ભુજ, તા. 9 : અહીંના
આરટીઓ રિલોકેશન સાઈટ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં આરટીઓ વિસ્તાર, ન્યૂ લોટસ, યોગેશ્વરધામ, વૃંદાવન પાર્ક, સર્જન
સ્ક્વેર, હિલવ્યૂ, હિરાણીનગર, કૃષ્ણપાર્ક વગેરે વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો સહભાગી રહ્યા હતા.
હિન્દુ સંમેલન સમિતિના પ્રમુખ રમેશભાઈ સોરઠિયાએ આવકાર આપ્યો હતો. કચ્છ યુનિ.ના અંગ્રેજી
વિભાગના ડીન ડો. કાશ્મીરાબેન મહેતાએ પંચ પરિવર્તન માટે બહેનોની ભૂમિકા વિશે વાત કરી
હતી. સ્વામી પ્રદિપ્તાનંદે હિન્દુ લોકોની મોટી સંખ્યા ઉપસ્થિત જોઈને હર્ષની લાગણી વ્યક્ત
કરી હતી. પ્રાસંગિક ઉદ્બોધન ડો. કિશનભાઈ આર્ય, દિવ્યાબેન,
ધ્રુવભાઈ પ્રજાપતિએ કર્યું હતું. તપસ્યા પટેલે હિન્દુ એકતા વિશે વાત
કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ નારણભાઈ વેલાણીએ શતાબ્દી વર્ષ નિમિત્તે
સમગ્ર ભારતભરમાં 8000થી
વધુ હિન્દુ સંમેલન થવાનાં છે તેવું જણાવ્યું હતું. નિપુણભાઈ માંકડ તથા તેમની ટીમે લવ
જેહાદના વિષય પર નાટિકા રજૂ કરી હતી. રાજગોર સમાજ તથા પ્રમુખ વિજય ગોર સહયોગી રહ્યા
હતા. હિન્દુ સંમેલન સમિતિના પ્રમુખ રમેશ સોરઠિયાની આગેવાની હેઠળ સોસાયટીના ભાઈ-બહેનએ
સહયોગ આપ્યો હતો. સંચાલન ડો. કનિષ્ક શાહ તથા આભારવિધિ વિરેન ગોરે કરી હતી.