મુંદરા, તા. 9 : તાલુકાના
રામાણિયા ગામમાં ડીપી વર્લ્ડ અને વોકહાર્ટ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક હાડકાં અને જનરલ
ચેકઅપ સાથે બીએમડી કેમ્પ યોજાયો હતો, જેમાં બેરાજા, રામાણિયા, ગેલડા અને મોટી ખાખર ગામના 420 લાભાર્થીએ કેમ્પનો લાભ લીધો હતો. ગ્રામ પંચાયત સામે
આવેલી હાઈસ્કૂલ ખાતે ડી.પી. વર્લ્ડ સંચાલિત વોકહાર્ટ ફાઉન્ડેશનની મોબાઇલ મેડિકલ વાન
દ્વારા ઓર્થોપેડિક અને જનરલ ચેકઅપ સાથે બી.એમ.ડી. કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં હાડકાંના
નિષ્ણાત ડોક્ટરની સેવા સાથે મફત દવાઓ પણ અપાઈ હતી. ઉપસરપંચ ઠાકરશી દનિચા, શક્તાસિંહ ગોહિલ, લાલજી દનિચા, શિક્ષક લક્ષ્મીબેન જશાણી તથા શાળાના સ્ટાફનો સહયોગ રહ્યો હતો. કેમ્પમાં ઓર્થોપેડિક
સર્જન ડો. હેપી દત્તા, ડો. પ્રકાશ ચૌધરી, ડો. સંજય ચાવડા, ફાર્માસિસ્ટ ચિંતન જોષી, ચિંતન રાજગોર, સમગ્ર વાનનું સંચાલન કરનાર સોશિયલ પ્રોટેક્શન
ઓફિસર જિગર સોધમ, જીતીક્ષાબેન તથા વાન ડ્રાઈવર કુલદીપાસિંહ જાડેજા,
રામભાઈ ગઢવી હાજર રહ્યા હતા.