• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

જિલ્લા આરોગ્ય સમિતિની બેઠકમાં કર્મચારીઓની હાજરી અનિવાર્ય ગણાવાઈ

ભુજ, તા.26 : જિલ્લા પંચાયત ખાતે ગુરુવારે જાહેર આરોગય સમિતિની મળેલી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સુવિધા માટે હાજરીને અનિવાર્ય ગણાવાઈ હતી.આરોગ્ય સમિતિના અધ્યક્ષ રણજિતસિંહ જાડેજાએ આરોગ્ય કેન્દ્રોમાં હાજરી અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.લોકોને પણ સરકારી દવાખાનાંમાંથી મહત્તમ સારવાર લેવા અનુરોધ કર્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા નાના કર્મચારીઓ, આશાબહેન અને આઉટસોર્સિંગ કર્મચારીઓને દિવાળી પહેલાં પગાર ચૂકવવાની લેવાયેલી તકેદારીને બિરદાવી હતી.તાલુકા આરોગય અધિકારીઓને તેમના વિસ્તારના કોઈ પ્રશ્રો હોય તો ધ્યાન દોરવા સૂચના આપી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરીએ યોજનાકીય કામગીરીઓની સમીક્ષા કરી હતી. રાપર સિવાયના તમામ ટીએચઓ, પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા અધિક આરોગ્ય અધિકારી, બે વહીવટી અધિકારીઓએ તેમના વિસ્તારની વિગતો રજૂ કરી હતી.મોટા કાંડાગરા, મીઠી રોહર અને રવાપરના ડોકટરોને પીજીમાં પ્રવેશ મળવા અથવા બોન્ડ પૂરા થઈ જતાં તેમની જગ્યા ખાલી પડી હોવાની વિગતો અપાઈ હતી.ચાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રો ગોરેવાલી, બરંદા, ડુમરા અને બાલાસર તૈયાર થઈ ગયાં છે.રાજકોટથી પ્રાદેશિક ડેપ્યૂટી ડાયરેકટરનો આદેશ મળ્યેથી બે-ચાર દિવસમાં લોકાર્પણ કાર્યકક્રમ યોજવાનું વિચારણા હેઠળ હોવાની ડો.ભંડેરીએ માહિતી આપી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang