• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ધ્રબુડી તીર્થ એ કચ્છ માટે હરિદ્વારની યાદ સમાન

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 25 : અહીંના માંડવી તાલુકાના તીર્થધામ ધ્રબુડી ખાતે પરિસરમાં આવેલા ત્રંબકેશ્વર મહાદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ સહિતના તમામ દેવોના મંદિરોએ ઉજવણી કરાઇ હતી. આ અવસરે સંબોધતાં ભૃગુ આશ્રમ ધ્રબુડી તીર્થધામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઇ ગોરે જણાવ્યું હતું કે, ધાર્મિક કાર્યોમાં થતી સહભાગીતા માનવીના મનને પ્રસન્ન અને હૃદયને હર્ષિત રાખવા સાથે ધર્મકાર્યોની સહભાગીતાથી માનવીની ધાર્મિક શક્તિ ચેતનવંતી બને છે. ઉપપ્રમુખ મણિલાલભાઇ અમૃતિયાએ ધાર્મિક કાર્યો માણસને આધ્યાત્મિક ઊંચાઇ તરફ દોરી જાય છે એવી લાગણી પ્રગટ કરી હતી. ટ્રસ્ટના મંત્રી અરવિંદ મોતા, ટ્રસ્ટીઓ કાનજીભા જાડેજા, પચાણ સંઘાર સહિતનાએ જણાવ્યું હતું કે, મોટા રતડિયાના આઇશ્રી હાંસબાઇ માતાજીના આર્શીવાદથી ધ્રબુડી કચ્છ માટે હરિદ્વાર સમો સાબિત થશે. યાત્રાળુઓને વધુ સવલત આપવા ટ્રસ્ટ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કાર્તિકી પૂનમના દિવસે પિતૃ તર્પણ માટે કચ્છના વિવિધ ગામ અને શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. અન્નક્ષેત્રમાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ધ્વજારોહણ, પૂજન, હવન સહિતની ધાર્મિક વિધિમાં ટ્રસ્ટના હોદ્દેદારો જોડાયા હતા. શાત્રોક્ત વિધિ શાત્રી કૈલાશભાઇ સેવકે સંપન્ન કરાવી હતી. ટ્રસ્ટીઓ ભરત ગોર, આલા ગઢવી, ભરતસિંહ જાડેજા, મૂળજી નાકર, શંકરલાલ મોતા, કલ્યાણજી ગાજરિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગ્રામજી જાડેજા ઉપરાંત સ્ટાફ પરિવારના કરણસિંહ રાજપૂત, વિનોદ રાજગોર, સુરેશ રાજગોરે સહયોગ આપ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd