ભુજ, તા.25 : માધાપર યક્ષ મંદિરની નિશ્રામાં
ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરતા 62 વર્ષના માજી માટે જિંદગી એટલે રોજની લડાઈ હતી.પણ એ લડાઈ ફક્ત
ભૂખની નહોતી, ગળામાં વિકસેલી થાઇરોઇડની
ગાંઠની પણ હતી, જે ભુજ ગેઈમ્સના ઈએનટી વિભાગે દૂર કરી માજીને
નવજીવન આપ્યું હતું.શરૂઆતમાં નાની લાગતી ગાંઠ છેલ્લા 8 વર્ષથી મોટી થવા લાગી.
ધીમે ધીમે તે એટલી
મોટી થઈ ગઈ કે શ્વાસ લેવામાં, ખાવામાં,
બોલવામાં પણ તકલીફ પડવા લાગી.લોકો તેમની સામે જોતા, પણ કોઈ તેમની વેદના સમજી શક્યું નહીં.ગરીબી એટલી કે સારવાર કરાવવાના પૈસા
નહીં,એક દીકરો તે પણ મજૂરી કરીને માંડ પેટ્યું રડે.આવી હાલતમાં આયુષ્માન કાર્ડ પણ કોણ બનાવી આપે? છતાં કોઈક તો હાથ પકડશે એવો યક્ષદાદા ઉપર ભરોસો હતો.અંતે એ શ્રધ્ધા ફળી અને
તેઓ ભુજની અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પિટલમાં તાવ અને ગળામાં દુખાવાની
ફરિયાદ સાથે આવ્યા હતા.માજીના સદનસીબે મેડિકલ
ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણી સહિત વરિષ્ઠ તબીબો વિભાગમાં ઉપસ્થિત હતા.ડોક્ટરો માજીની
વેદના સમજી ગયા.તમામ જરૂરી મેડિકલ પરીક્ષણ થતા થાઇરોઇડની મોટી ગાંઠ હોવાનું નિદાન
થયું.આ ગાંઠ માત્ર ગળા સુધી સીમિત નહોતી, છેક છાતી સુધી પહોંચીને
શ્વાસ નળી, અન્નનળી, મગજ અને મણકાને લોહી
પહોંચાડતી નસો ઉપર દબાણ કરતી હતી માટે ઓપરેશન અત્યંત જરૂરી હતું.માજીનો દિકરો પણ સાથે
હોવાથી માજીને તાત્કાલિક દાખલ કરી, તેમનું ટોટલ થાઇરેડોક્ટોમી ઓપરેશન કરાયું હતું.ડો.હિરાણીના
માર્ગદર્શન હેઠળ 4 કલાકના અંતે
સક્કરટેટી જેવડી 750 ગ્રામની મોટી
ગાંઠ કાઢી માજીના ગળાનો ભાર હળવો કરાયો હતો.આ શસ્ત્રક્રિયામાં ડો.રશ્મિ સોરઠીયા, ડો.હેતલબેન જોશી, ડો.મૈત્રી
પરમાર, ડો.પ્રીત હિંગરાજીયા અને ડો.આમન્યા સોલંકીએ તેમજ એનેસ્થેસિયા
વિભાગના ડો.મંદાકિની ઠક્કર, સ્ટાફ બ્રધર્સ દિનેશભાઇ સહયોગી બન્યા
હતા.દીકરા 30 વર્ષનો ભાર ઉતર્યો : માજી પાસે આયુષ્માન કાર્ડ નહોતું, છતાં વિનામૂલ્યે શસ્ત્રક્રિયા કરી આપાઈ હતી.માનવતા જ અહીં સાચી દવા બની.અહીં માત્ર ઓપરેશન નથી થતું, સ્નેહનો
લેપ પણ લગાવાય છે.ઓપરેશન પછી માજીએ કહ્યું, `િદકરા 30 વર્ષનો ભાર હવે ઉતારી ગયો.