• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

કચ્છનાં મોટાં ગામોમાં વિવાદ ટાળવા સરપંચપદનું રોટેશન

ભુજ, તા.25 : સમગ્ર રાજ્યની સાથે કચ્છની 463 ગ્રામ પંચાયત માટે રોટેશન જાહેર કરાયું છે.જો કે, હજુ ચૂંટણીની જાહેરાત થઇ નથી, પરંતુ માત્ર રોટેશનને ધ્યાને લઇ બેઠક ફાળવણીનો મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો છે ત્યારે કચ્છમાં મોટાં-મોટાં ગામોમાં સામાન્ય સરપંચ હોય તો વિવાદ સર્જાઇ શકે છે, તેને ધ્યાને લઇ ચોક્કસ દોરવણીના આધારે રોટેશન જાહેર કરી થનારા વિવાદને ચૂંટણી પૂર્વે જ ડામવાનો પ્રયાસ કરાયો છે.કચ્છના એવા અનેક ગામો કે તાલુકા મથકોનાં ગામ છે જ્યાં સામાન્ય સરપંચપદને બદલે અન્ય કેટેગરી જાહેર કરાઇ છે.રાજ્યની વડી અદાલતમાં બેઠક આડેધડ ફાળવાઇ હોવાના મુદ્દે કોર્ટે ગંભીર નોંધ લીધી છે, એવામાં કચ્છમાં શું થયું છે એ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.સૂત્રોએ માહિતી આપી કે, મોટાં-મોટાં ગામોમાં હવે સરપંચપદ માટે અનેક દાવેદારોમાં  થનગનાટ જોવા મળતો હતો અને ભવિષ્યમાં ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને અસરકર્તા હોવાથી 0pt;line-height:115%;mso-ascii-font-family: Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language: GU">`ચોક્કસ' સૂચનાના આધારે સામાન્ય સરપંચપદનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.નાની ચૂંટણી ગ્રામ્યસ્તરે મોટા વિવાદ સર્જે તેમ છે અને જો સામાન્ય રોટેશન હોય તો ક્યાંક સામસામા જૂથોમાં સહમતી સર્જાય નહીં એટલે સમરસ થવાને બદલે ચૂંટણી થતી હોય છે.આવા સમયે આવી ગ્રામ્યસ્તરની  અંગત અદાવતો ચૂંટણીમાં બહાર આવતી હોવાથી સમજુ વર્ગે એવો પ્રસ્તાવ કર્યો કે, મોટા ગામોમાં સામાન્ય વર્ગ આપવામાં ન આવે જેથી વિવાદને અવકાશ ન રહે.જ્યારે રોટેશનની ઘડી ગણાતી હતી એવા સમયે ખૂબ અંદર સુધી પહોંચેલા આ `ચોક્કસ' લોકોના કહેવાથી જિલ્લા ચૂંટણી તંત્રે પણ મોટાં-મોટાં ગામોમાં કાં તો ત્રી અનામત અથવા તો અન્ય વર્ગ માટે સરપંચપદ અનામત જાહેર કર્યું છે.ભલે ક્યાંક વસતીનું ધોરણ જોવામાં નથી આવતું અથવા છેલ્લા 15 વર્ષથી સામાન્ય સરપંચપદ ન હોય તેમ છતાં ફરીથી સામાન્યનો છેદ કાઢી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અમુક ગામોમાં આગોતરી તૈયારીઓ કરી ચૂકેલાઓને સ્થાન નહીં મળે તેનું ભાન થતાં હવે વાંધા પણ તંત્ર સમક્ષ આવી રહ્યા છે.તો મોટાભાગના ગામોમાં જ્યાં મહિલા અનામત છે, ત્યાં પત્નીનું નામ આગળ ધરી `પતિદેવો'એ મુલાકાતના દોર શરૂ કર્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang