• બુધવાર, 25 નવેમ્બર, 2026

સવાહના (અમેરિકા) જલારામબાપાનો મહિમા વર્ણવતાં પ્રાચીન ભજનોની રંગત જામી

અમદાવાદ, તા. 24 : સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી  એસજીવીપી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-અમેરિકા ખાતે બિરાજમાન જલારામબાપા તથા ભોજલરામ બાપાના મંદિરે કારતક સુદ-7ના દિવસે જલારામ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવ પ્રારંભમાં ગોપી ભજન મંડળનાં બહેનોએ ભજન કીર્તન કર્યાં હતાં, જેમાં પ્રાચીન ભજનોની સાથે જલારામબાપાના મહિમાનું વર્ણન કરતાં ભજનો તથા રામધૂન દ્વારા સંકીર્તન કરાયું હતું. મોટી સંખ્યામાં બહેનો તથા ભક્તોએ ભજનનો લ્હાવો માણ્યો હતો. ભજન-કીર્તન બાદ સ્વામી ભક્તિવેદાંતદાસજીએ જલારામબાપાનાં જીવનને આધારે પ્રેરણાત્મક સત્સંગ કરાવ્યો હતો. જ્યારે સ્વામી કૃષ્ણજીવનદાસજીએ યજમાનોની સાથે જલારામબાપાનું પંચોપચાર પૂજન કરીને આરતી કરી હતી. કાર્યક્રમમાં ગિરીશભાઇ પટેલ, જગદીશભાઇ પટેલ, સુધીરભાઇ તથા સંજયભાઇ પટેલ, નયનભાઇ પટેલ વિગેરેએ યજમાન તરીકે લાભ લીધો હતો. ઉત્સવને અંતે ભક્તજનોએ બૂંદી- ગાંઠિયા તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd