કોડાય (તા. માંડવી), તા. 22 : સમૂહલગ્નો
સમાજમાં એકતા, સાદગી, સદ્ભાવ અને સંસ્કારોની પરંપરાને મજબૂત બનાવે છે. આ ભાવનાને સાર્થક કરતા માંડવી
કંઠી વિભાગ કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા યોજાયેલા 16મા સમૂહલગ્નોત્સવમાં 10 યુગલે પ્રભુતામાં પગલાં માંડયાં
હતાં. દાતાઓ લક્ષ્મીબેન મૂળજીભાઈ સેંઘાણી, વાલબાઈ વિશ્રામ સંઘાણી તથા નર્મદાબેન રમણીકલાલ ભીમાણીના સહયોગથી સમૂહલગ્નનું
આયોજન કરાયું છે. સમાજના પ્રમુખ મગનલાલ પોકારના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારંભમાં ગોપાલભાઈ
સેંઘાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ
સમાજના વિકાસને વેગ મળે તે હેતુથી તેમણે પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂા. પાંચ લાખ
ફાળવવાની જાહેરાત કરી હતી. સમાજના અગ્રણી શામજીભાઈ ધોળુએ માતા-પિતાની સેવા અને વડીલોનું
સન્માન કરવાના સંસ્કારોનું મહત્ત્વ સમજાવ્યું હતું. મેઘજીભાઈ રામજિયાણીએ જણાવ્યું હતું
કે, આવા સમૂહલગ્નો સમાજમાં સાદગી, સદ્ભાવ
અને સંસ્કારની પરંપરાને વધુ મજબૂત બનાવે છે. કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ કાંતિભાઈ અમૃતિયાએ
સમૂહલગ્નથી સમય અને નાણાંની બચત થતી હોવાનું જણાવ્યું હતું. ભવનજીભાઈ રામાણીએ સમાજની
એકતા પર ભાર મૂકતાં આવા આયોજનો સમાજને નવી દિશા અને પ્રેરણા આપે છે તેમ જણાવ્યું હતું.અધ્યક્ષસ્થાનેથી
મગનલાલ પોકારે યુવા પેઢીને સંસ્કાર, સદાચાર અને પરસ્પર સન્માનના
માર્ગે ચાલવા તેમણે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે મંચસ્થ નારાણભાઈ ચૌહાણ, કાંતિભાઈ ધોળુ, ઈશ્વરભાઈ રામજાણી, જયંતીભાઈ શીરવી, શારદાબેન ઉકાણી, માવજીભાઈ ધોળુ, હેમલતાબેન રામજાણી, કાંતિલાલ ભીમાણી, દોલતભાઈ વેલાણી, વલ્લભભાઈ વેલાણી વિગેરે રહ્યા હતા. સમાજના અગ્રણી શામજીભાઈ લધાભાઈ ધોળુ દ્વારા
આગામી પાંચ વર્ષ દરમિયાન માંડવી કંઠી વિભાગમાં જે દંપતીના ઘરે ત્રીજા બાળકનો જન્મ થશે
તેમને રૂ. 11 હજારની પ્રોત્સાહક
સહાય આપવાની સાથે સન્માનિત કરાશે. તેવી જાહેરાત કરાઈ હતી. મુખ્ય આચાર્ય તરીકે જીગ્નેશ જોશીએ લગ્નવિધિ કરાવી
હતી, લગ્ન રજિસ્ટરની સેવા વિનોદભાઈ વેલાણી અને વૈદિકભાઈ
વેલાણીએ સંભાળી હતી. સંચાલન મહામંત્રી મુકેશભાઈ સેધાણી અને જયંતીભાઈ સેંધાણી એ કર્યું
હતું કલ્યાણજીભાઈ લીંબાણી, જિતેન્દ્રભાઈ સેંઘાણી, શાંતિલાલ સેંઘાણી, હીરાલાલ ધોળુ, વસંતભાઈ ચૌધરી, સુરેશભાઈ સેંઘાણી, મહેશભાઈ સેંઘાણી, તુલસીભાઈ ચૌધરી વિગેરે વ્યવસ્થા સંભાળી
હતી. નગરપાલિકા અધ્યક્ષા વર્ષાબેન જોશી, ગંગાબેન સેંઘાણી,
કંચનબેન રામાણી, શિવજીભાઈ સેંઘાણી, જ્યોતિબેન સેંઘાણી, મંજુલાબેન પારસિયા વિગેરે ઉપસ્થિત
રહ્યા હતા.