• સોમવાર, 23 નવેમ્બર, 2026

અંજાર વિસ્તાર નવા સોપાનો સર કરશે

અંજાર, તા. 22 : અંજાર વિધાનસભા મત વિસ્તાર વિકાસના નવા સોપમનો સર કરશે તેવો સંકલ્પ રાજ્યમંત્રી અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજાર ભાજપના સ્નેહમિલનમાં વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ પ્રભારી તરૂણભાઈ ચૂગ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વર્ચુઅલી જોડાઈ ભાજપ પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભકામના પાઠવી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સ્નેહમિલનના પ્રારંભે જિલ્લા ભાજપ ના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહંત ત્રિકમદાસજી મહારાજ, મહામંડલેશ્વર 1008 ધ્રંગ જાગીર મુરજી દાદા, ભગવાનદાસજી મહારાજ, હબાય જાગીર લક્ષ્મણગીરી બાપુ, કીર્તિદાસજી મહારાજ, કાર્તિકદાસજી મહારાજ, મનીરામબાપુ, સ્વામિનારાયણ મંદિર અંજારના સંતો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રકાશના પર્વ સમાન આ દીપ પ્રાગટ્ય સાથે નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને વિકાસની મંગલકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. - લોક ડાયરાની રમઝટ : સ્નેહમિલનના આ અવસરે કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિના સૂર રેલાવતા કચ્છના લોકગાયક  રાજભાઈ ગઢવી દ્વારા લોકડાયરાની જમાવટ બોલાવવામાં આવી હતી. ક્ય્છ જિલ્લા ભાજપ ના પ્રમુખે સૌ ક્ય્છ વાસીઓ ને નૂતન વર્ષ ની શુભકામના પાઠવી હતી. અંજાર ના ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રી ત્રિકમભાઈ છાંગા એ વિકાસ કાર્યો થકી અંજાર વિધાનસભા મતવિસ્તાર એ વિકાસ ની નવી કેડી કંડારી હોવાની લાગણી વ્યક્ત કરી. - વિકાસ ની નવી ઊંચાઈ ઉપર લઈ જવાની પ્રતિભદ્ધતા દર્શાવાઇ : આ પ્રસંગે મંત્રી  તથા ધારાસભ્ય શ્રી છાંગા એ સમગ્ર અંજાર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવારને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.વડાપ્રધાનના પ્રેરણાદાયી મંત્ર `સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ` ને આત્મસાત્ કરી અંજાર વિધાનસભા મતવિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન તેમજ માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે થયેલાં વિવિધ વિકાસકાર્યોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સચ્ચિદાનંદ મંદિર મહંત તેમજ ઉપસ્થિત  સંતો-મહંતોએ આશીર્વચન પાઠવી સમગ્ર અંજાર વિધાનસભા પરિવારને આશિર્વચન પાઠવ્યા હતા.સ્નેહ, સમર્પણ, સંગઠન અને સંકલ્પના સમન્વય સમાન આ સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓની આપ-લે પૂરતું સીમિત ન રહેતાં આગામી વિકાસયાત્રા માટે નવી ઊર્જા અને નવો ઉત્સાહ પૂરું પાડનારું બની રહ્યું હતું. - અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : આ પ્રસંગે ક્ય્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રભાબેન હુણ,અંજાર નગરપાલિકા ના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર તાલુકા પંચાયત ના પ્રમુખ સંદીપભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ના મુરજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી,સુરેશભાઈ ટાંક ,અંજાર શહેર સંગઠનના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ બી.એન.આહિર, શહેર ભાજપ ના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા, તાલુકા ભાજપ ના મહામંત્રી રૂપાભાઈ રબારી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ મનજીભાઈ બરારીયા, ક્ય્છ જિલા લઘુમતી મોરચા ના પ્રમુખ આકીબભાઈ બાયડ, કચ્છ આહિર મંડળ ના પ્રમુખ તેજાભાઇ કાનગડ, ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ કરશનભાઈ, આહિર સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત ના સદસ્યો રાજેશભાઈ ચાવડા, નરેશભાઈ થારુ,અંજાર નગરપાલિકા તેમજ અંજાર તાલુકા પંચાયત અને ભુજ તાલુકા પંચાયત હોદ્દેદારો ની ટીમ, તાલુકા પંચાયત ના સદસ્યો, શહેર તાલુકા સંગઠન ના હોદ્દેદારો, નગરસેવકો, ડેનીભાઈ શાહ, ભૂરાભાઈ બતા,ધનજીભાઈ ચાવડા, વસંતભાઈ કોડરાણી, મ્યાજરભાઈ છાંગા, મનજીભાઈ આહિર, કલ્પેશભાઈ મરંડ ,પૂર્વ નાણાં મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, ગાવિંદભાઈ કોઠારી વિવિધ ગ્રામ પંચાયત ના સરપંચો, વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો, વિવિધ સંસ્થા ના પ્રમુખો, સંગઠન ના વિવિધ મોરચાના પદાધિકારીશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો તેમજ અંજાર વિધાનસભા ભાજપના  કાર્યકરો તેમજ શુભેચ્છકો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન અંજાર તાલુકા ભાજપ ના મહામંત્રી કાનજીભાઈ આહિર અને શહેર ભાજપ ના મહામંત્રી ક્રિપાલસિંહ રાણા એ આભાર વિધિ અંજાર તાલુકા ભાજપ ના પ્રમુખ બી.એન. આહિર એ કરી હતી. - કચ્છ દેશ માટે વિકાસ નું આદર્શ મોડલ  : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સમગ્ર ગુજરાત ની જનતા ને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.અને  પ્રધાનમંત્રી નો ક્ય્છ પ્રત્યે નો પ્રેમ સ્નેહ મિલન માં વ્યક્ત થયો. ક્ય્છ નું વિકાસ નું મોડલ સમગ્ર રાજ્ય અને દેશ માટે એક આદર્શ મોડલ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd