• મંગળવાર, 24 નવેમ્બર, 2026

કચ્છ હિંગોરા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટૂર્ના.માં રઝા ઈલેવન ચેમ્પિયન

ભુજ, તા.22 : અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા યોજાયેલી કચ્છ હિંગોરા પ્રીમિયર લીગ સીઝન-7 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ વિંઝાણના વીર લાખાજી મેદાન ખાતે યોજાઈ હતી. રોમાંચક મુકાબલામાં રઝા ઈલેવન ખીરસરા(વિંઝાણ) હિંગોરા એસોસિયેટ સાંધવને 8 વિકેટે પરાજય આપી ચેમ્પિયન બની હતી. ફાઈનલ વિજેતા ટીમને સમાજના દાતા અબ્દુલકાદર હિંગોરા, હાજી જાકુબ હિંગોરા દ્વારા મોટરસાઇકલ અપાઈ હતી. તમામ ટ્રોફીના દાતા અલીમામદ હિંગોરા, ક્રિકેટ બોલના દાતા ઈબ્રાહિમ હિંગોરા, મેન ઓફ ધ મેચ ટી-શર્ટના દાતા રિયાઝ હિંગોરા રહ્યા હતા. ફાઈનલ મેચમાં રઝા ઈલેવને ટોસ જીતી પ્રથમ બોલીંગ પર પસંદગી ઉતારી હતી. સાંધવની ટીમે નિર્ધારિત 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 143 રન બનાવી 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં મેદાનમાં ઉતરેલી રઝા ઈલેવન ખીરસરા (વિં.)ની ટીમે માત્ર 11.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી 8 વિકેટે  વિજય મેળવ્યો હતો. ફાઈનલમાં હાજી સુમાર હિંગોરા મેન ઓફ ધી મેચ જાહેર થતાં સૈયદ શબ્બીર બાપુના હસ્તે પુરસ્કાર અપાયો હતો. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તાહિર હિંગોરાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરી ટ્રોફી સાથે રૂા.11 હજારનું રોકડ ઇનામ અલીમામદ હિંગોરા તરફથી અપાયું હતું. બેસ્ટ બોલર હયાન હિંગોરા, બેસ્ટ ફિલ્ડર અલનુર હિંગોરા રહ્યા હતા. ફાઈનલ મેચના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય પી.એમ. જાડેજા, જિ.પં.સદસ્ય કમાભાઈ રબારી, સમાજ પ્રમુખ હાજી જુણસભાઈ, મહામંત્રી હાજી ખાલેદભાઈ, સાલેમામદભાઈ, વિંઝાણ સરપંચ સજ્જનાસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd