• સોમવાર, 23 નવેમ્બર, 2026

એન્ટિબાયોટિક દવાની અસર ઓસરી રહી છે

નવીદિલ્હી, તા.22 : શરદી, ઉધરસ કે તાવ આવતાં ડૉક્ટરની ચિઠ્ઠી વગર સીધા મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવતાં લોકોને દેશની પ્રમુખ મેડિકલ સંસ્થા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર) દ્વારા ચેતવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે, તેના કારણે ગંભીર બીમારીઓમાં દવાઓ બેઅસર બની રહી છે. આઇસીએમઆરના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે એન્ટીબાયોટિક દવાઓ ઉપર આપણે સૌથી વધુ ભરોસો કરીએ છીએ તે આપણાં શરીરમાં મોજૂદ બીમારીઓ સામે ઘૂંટણીયે પડવા લાગી છે. આ રિપોર્ટનાં આંકડાઓ કહે છે કે, યુરિન ઇન્ફેક્શન (યુટીઆઇ) અને ન્યૂમોનિયા જેવી સામાન્ય પણ પીડાદાયક બીમારીમાં સેફોટેક્સિમ નામની દવાનો ખૂબ જ ઉપયોગ થાય છે. જો કે હોસ્પિટલોમાં ઇકોલાઇ બેક્ટેરિયાનાં સેમ્પલ ઉપર આ દવાને પારખવામાં આવી ત્યારે તે માત્ર 18.4 ટકા કેસમાં જ સંક્રમણ સામે લડવામાં કામયાબ થઈ શકી હતી. મેડિકલ જગતમાં કાબપિનેમ્સ જેવી એન્ટીબાયોટિકને એક પ્રકારની ખાસ અને સૌથી શક્તિશાળી હથિયાર જેવી દવા માનવામાં આવે છે. તેનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે અન્ય દવાઓ બેઅસર સાબિત થવા લાગે છે. જો કે રિપોર્ટ અનુસાર હવે આવી શક્તિશાળી દવાનો જાદુ પણ ઓસરવા લાગ્યો છે. તેનું સૌથી મોટું કારણ લોકોની બેદરકારી છે. લોકો તે વધુ પ્રમાણમાં અવિચારી લેવા માંડતા હવે તેની પ્રતિકાર ક્ષમતા ઘટવા લાગી છે. જે આવનારા સમયમાં જોખમી સાબિત થઈ શકે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd