ભોપાલ તા.22 : એશિયન ચેમ્પિયનશિપ
મહિલા હોકીમાં ભારતીય ટીમ વિજયની હેટ્રિક સાથે સેમિ ફાઇનલમાં પહોંચી છે. ભારતીય મહિલા
ટીમનો આજના મેચમાં થાઇલેન્ડ વિરૂધ્ધ 7-0 ગોલથી વિજય થયો હતો. ભારત તરફથી દીપિકાએ ત્રણ ગોલ કરી હેટ્રિક
કરી હતી. તેણીએ 10મી, 11મી અને પ0મી મિનિટે ગોલ કર્યાં હતા. નવનીત કૌરે ચોથી
અને પ6મી મિનિટે ગોલ કર્યાં હતા. જયારે મુમતાઝ
ખાને 28મી અને સુનેલિતા ટોપોએ 32મી મિનિટે ગોલ કર્યાં હતા. આ પહેલા ગઇકાલે
ભારતીય મહિલા હોકી ટીમે મજબૂત દ. કોરિયા ટીમને 2-1 ગોલથી હાર આપી હતી.