• સોમવાર, 23 નવેમ્બર, 2026

સોનાં માટે વેપારીઓએ મોદીને કહ્યું : થેંક્યુ

નવી દિલ્હી, તા. 22 : દેશના વેપારી સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (સીટીઆઈ)ના વેપારી સભ્યોએ સોનું નહીં ખરીદવાની સલાહ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (સીટીઆઈ)ના સભ્ય વેપારીઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. વેપારી સંગઠને જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સલાહ બાદ વેપારીઓએ મોંઘા ભાવે સોનું ન  ખરીદ્યું એટલે મોટાં નુકસાનથી બચી ગયા. સીટીઆઈ અધ્યક્ષ બ્રજેશ ગોયલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સલાહ આપી, તે વખતે સોનાંની કિંમત પ્રતિ કિલો 1.90 કરોડ રૂપિયા હતા. આજે કિંમતી ધાતુની કિંમત ઘટીને સવા કરોડ રૂપિયા પ્રતિ કિલો થઈ જતાં ભાવમાં 65 લાખ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એ જ રીતે પ્રતિ 10 ગ્રામના હિસાબે સુવર્ણની કિંમત 1.90 લાખ રૂપિયામાંથી ઘટીને સવાલાખ રૂપિયા થઈ ગઈ છે. દેશભરના લાખો જ્વેલર્સ અનેક મહિનાનું સોનું સ્ટોકમાં રાખે છે. જો તે વખતે ઊંચા ભાવે ખરીદી કરી હોત તો પ્રતિ કિલો 65 લાખનું નુકસાન થાત. સોનાંના ભાવ ઘટતાં લગ્નની ખરીદી કરવા બજારમાં નીકળનાર પરિવારોને પણ રાહત મળી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd