• મંગળવાર, 24 નવેમ્બર, 2026

પાકિસ્તાન-એ સામે ભારત-એની 48 રને હાર

દોહા, તા. 22 : રાઇઝિંગ સ્ટાર્સ એશિયાકપમાં ભારત-એએ છેલ્લા દડા સુધી લડત આપ્યા બાદ પાકિસ્તાન-એ સામે 48 રને હાર થઇ હતી. પાકિસ્તાન-એ ટીમે 49.2 ઓવરમાં 313 રને ઓલઆઉટ થઇ 314નું લક્ષ્ય આપ્યું હતું. સારી શરૂઆત બાદ સંઘર્ષમાં મુકાયેલી ભારત-એના સુકાની તિલક વર્માની છેલ્લી ઓવર સુધી ટકી સદીવાળી રમત છતાં ટીમ લક્ષ્યથી દૂર રહી હતી અને 49.1 ઓવરમાં 265 રને ઓલઆઉટ થઇ હતી. કપ્તાન તિલક વર્માએ  149 દડામાં  સાત ચોગ્ગા, એક છગ્ગા સાથે 100 રન બનાવ્યા હતા અને છેલ્લી વિકેટના રૂપમાં 50મી ઓવરના પહેલા દડે આઉટ થયો હતો. આ સિવાય મુશ્કેલ સ્થિતિઓમાં ટકીને અભિષેક શર્માએ 42 દડામાં છ ચોગ્ગા અને છ છગ્ગા સાથે કટ્ટર હરીફ ટીમના બોલરોની ધોલાઇ કરી 70 રન બનાવ્યા હતા. દબાણ વચ્ચે વૈભવ સૂર્યવંશી માત્ર 11 રન બનાવી શક્યો હતો. શાહબાઝ અહેમદે પણ 49 દડામાં 1 ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 56 રન ઝૂડયા હતા. પાકિસ્તાન એ ટીમ વિરૂધ્ધ 314 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતીય એ ટીમ ભીંસમાં મુકાઈ હતી. 28 ઓવર સુધીમાં ભારતીય એ ટીમે 146 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કુમાર કુશાગ્ર 2 અને રિંકુ સિંહ 6 રને આઉટ થયા હતા. આયુષ બદોની ઝીરોમાં આઉટ થયો હતો. મેચમાં ટોસ સમયે અને રમત દરમિયાન બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી પણ જોવા મળી હતી. આ પહેલાં પાકિસ્તાન એ ટીમ 49.2 ઓવરમાં 313 રને ઓલઆઉટ થઇ હતી. પાક. એ ટીમ તરફથી ત્રણ બેટધરે અર્ધસદી કરી હતી. માજ સદાકતે 63 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી પ9, હસન નવાઝે 82 દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી 79 રન અને ફરહાન યુસુફે 48 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી પ6 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય શમાઇલ હુસેને 33, કપ્તાન અબ્દુલ સમદે 28 અને મોહમ્મદ રંધાવાએ 23 રન બનાવ્યા હતા. ભારતીય એ ટીમ તરફથી હર્ષિત રાણાએ 70 રનમાં 2, પ્રિંસ યાદવે 60 રનમાં2, સૂર્યાંશ શેગડેએ પપ રનમાં 2 અને વિપ્રજ નિગમે 46 રનમાં 2 વિકેટ લીધી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd