મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 22 : બાંડિયા, જડોદર, મુરુ, કાદિયા, વિરાણી મોટી, દેવપર, રોહા, લાખાડી, તરા, મંજલ, નાની ખાખર, હમલા-મંજલ,
નાના રતડિયા જેવા બાંડિયા જાડેજા ભાયાતમાં આવતા 13 ગામના તિલાટ પદે જયેન્દ્રસિંહ
જાડેજાની તિલકવિધિ કરવામાં આવી હતી. કચ્છ રાજ્યના ધર્મગુરુ ધરમસિંહ દાદા (માતંગ)એ તિલકવિધિ
કરાવતાં કહ્યું કે, સાડા આઠસો
વર્ષથી વધુ જૂની આ પ્રાચીન પરંપરા સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરે છે. આ તકે લીફરીના
મહંત હરિસંગજી દાદાએ આશીર્વચન પાઠવ્યા હતા. તિલાટ તરીકે નિમાયેલા જયેન્દ્રસિંહ 20 વર્ષ સરપંચ પદે, 10 વર્ષથી તાલુકા
પંચાયતમાં ચૂંટાય છે. હાલ તેઓ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ પદે છે અને સામાજિક ક્ષેત્રે
સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આ પ્રસંગે મોટી વિરાણી ઠાકોર જયેન્દ્રસિંહ એમ. જાડેજા, તરાના ઘનશ્યામસિંહ જાડેજા, દિલીપસિંહ ઠાકોર, અશ્વિનસિંહ ચુડાસમા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, નેત્રા
સરપંચ બહાદૂરસિંહ જાડેજા, નખત્રાણા નગરપાલિકા કારોબારી ચેરમેન
ચંદનસિંહ રાઠોડ તેમજ બાંડિયા ગામની અઢારેય આલમ ઉપરાંત રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના લોકો હાજર રહ્યા હતા.