રાપર, તા. 9 : તાલુકાના જેસડા નજીક મોડપરવાંઢમાં
રહેતા 50 વર્ષીય રામશી ચોંડા કોળી નામનાં
આધેડ ખેડૂત ગત તા. 5 નવેમ્બરથી નર્મદા કેનાલમાં ડૂબી જતાં લાપતા બન્યા હતા. આટલા
દિવસો સુધી પણ લાશ ન મળતા ધારાસભ્ય એ શોધખોળ
કામગીરી કામગીરી ઝડપી બનાવવા સુચના આપી હતી.
આ આધેડ કેનાલ પર મૂકેલ મોટર રિપેર કરવા જતાં પગ લપસતા તેઓ કેનાલના પ્રવાહમાં ગરકાવ
થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને આટલાં દિવસો વીતવા છતાં અને એનડીઆરએફ તથા
ભચાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવા છતાં આજ સુધી કોઈ પત્તો લાગ્યો
ન હતો.જેને પગલે રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાએ ઘટનાસ્થળે પહોચ્યા
હતા. સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદાર સાથે વહેલી તકે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરી શોધખોળ
કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તે માટે ચર્ચા કરી હતી. તેમજ જરૂરી સૂચનાઓ આપી
હતી.પરિવારજનોને મળી સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. તેમની સાથે તાલુકા ભાજપનાં
પુર્વ પ્રમુખ ડોલરરાય ગોર, મહામંત્રી મહેન્દ્રાસિંહ વાઘેલા,
તાલુકા પંચાયતનાં પ્રમુખ રાજેશ ઢીલા, જેસડા અને
ત્રંબૌનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.