• મંગળવાર, 10 નવેમ્બર, 2026

નૂતન વર્ષે કચ્છને હરિયાળું બનાવવા ગાંધીધામ ચેમ્બર દ્વારા સંકલ્પ વ્યક્ત

ગાંધીધામ, તા. 9 : કચ્છના ઔદ્યોગિક અને વેપારી વિકાસનો પર્યાય બની ચૂકેલી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પરંપરાગત નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ વેળાએ ગાંધીધામને હરિયાળું બનાવવા માટેનો સંકલ્પ નવા વર્ષે લેવાયો હતો. આ વિશિષ્ટ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર  નવીનભાઈ જરૂ, કારોબારી ચેરમેન  તેજસ શેઠ, દંડક  સુરેશ ધુવા, પૂર્વમંત્રી વાસણભાઈ આહીર, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, હોટેલ રેડિશનના એમ.ડી. મુકેશ આચાર્ય, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગાવિંદભાઈ પટેલ, ગાંધીધામ મહાનગરપાલિકાના મુનિસિપલ કમિશનર બી.ડી. દવેરા, ડી.પી.એ.ના સેક્રેટરી  વાય.કે. સિંહ, ચીફ વિજિલન્સ ઓફિસર જે.કે. રાઠોડ, મામલતદાર જાવેદ સિંધી, એ.પી.એલ. કસ્ટમ્સના કમિશનર શ્રી કુમાર, વી.ઓ.એસ.એમ.ના કમાન્ડન્ટ ઉપરાંત ઉદ્યોગો, અધિકારીઓ, વિદ્યાભ્યાસી, શિક્ષણવિદ, સીએ, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો, ઓઈલ, ટિમ્બર, ફર્ટિલાઇઝર સહિતના ઉદ્યોગના અગ્રણીઓએ શુભેચ્છાની આપ-લે કરી હતી. સૌને આવકારી પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર માત્ર વેપારીઓનું સંગઠન નથી, પરંતુ કચ્છના વિકાસનો સહિયારો અવાજ છે. 73 વર્ષની આ યાત્રા અમારા સભ્યોના વિશ્વાસ, પરિશ્રમ અને સહયોગનું પરિણામ છે. નૂતન વર્ષ સ્નેહમિલન એ માત્ર શુભેચ્છાઓની આપ-લેનો પ્રસંગ નથી, પણ ઉદ્યોગ, વેપાર અને પ્રશાસન વચ્ચે સંવાદનો સેતુ  હોવાનું કહ્યું હતું. ઉપ પ્રમુખ દીપક પારેખે કહ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બરનું નૂતન વર્ષ સ્નેહમિલન માત્ર એક સમારોહ નથી, એ સંવાદની સંસ્કૃતિનું વાર્ષિક મહાપર્વ છે. 1953થી સ્થાપનાથી આજ સુધી, જ્યારે જ્યારે કચ્છને વેપાર-ઉદ્યોગ સાથે પડકાર આવ્યો, ત્યારે આ સંસ્થા રજૂઆતથી રાહત સુધી સેતુ બનીને ઊભી રહી હોવાનું કહ્યું હતું. માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલનમાં આવા સંવાદથી અનેક પ્રશ્નોના ઉકેલનો માર્ગ મળે છે. ચેમ્બરના હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યોએ, સર્વ સભ્યો અને કર્મચારીઓના સક્રિય પ્રયાસોથી જ આ સંસ્થા નવી ઊંચાઈઓ સર કરી રહી  હોવાની લાગણી વ્યક્ત કરી હતી. વિશેષ પહેલરૂપે સ્નેહમિલનના અવસરે ગાંધીધામ ચેમ્બર અને સદભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે  કચ્છમાં 25,000 વૃક્ષોના વાવેતર અને જતનના સંકલ્પ  જાહેર કરવામાં આવ્યો હતો. માનદ સહમંત્રી જતિન અગ્રવાલ અને ખજાનચી  કૈલેશ ગોર તથા કારોબારી સમિતિના સભ્યોએ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.  ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશ પુજ, પારસમલ નાહટા, બચુભાઈ આહીર,  વિવિધ સમાજો અને સંસ્થાઓએ ઉપસ્થિત રહી ગાંધીધામ ચેમ્બરના સ્નેહમિલનને વધાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd