• મંગળવાર, 10 નવેમ્બર, 2026

રાપર તાલુકામાં વન્યજીવોનો શિકાર બેરોકટોક !

રાપર, તા. 9 : રાપર તાલુકામાં વન્યજીવોના શિકારની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. તાલુકાનાં પેથાપર ગામના સીમાડામાં નીલગાયનો શિકાર કરવામાં આવતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. એક તરફ વન્યજીવોના સંરક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ વન્યજીવોનો શિકાર થતો હોવાની ઘટના ચિંતાજનક બની છે. પેથાપરના સીમાડામાં આવેલ ખેતરમાં નીલગાયનો શિકાર થયાની જાણ થતાં ખેતર માલિક દ્વારા જાણ કરવામાં આવી હોવાનું સરપંચ સુનીલભાઈ સુરાણીએ જણાવ્યું હતું. બાદમાં પોલીસ અને વન વિભાગને તથા જીવદયાપ્રેમી એવા જગુભા જાડેજાને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ કરી શિકારમાં સંડોવાયેલા શખ્સોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના શિકારને અટકાવવા માટે પેટ્રાલિંગ અને દેખરેખ વધારવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd