• બુધવાર, 11 નવેમ્બર, 2026

ભારત સામેની વન-ડે શ્રેણી : ન્યૂઝીલેન્ડને આંચકો

હેમિલ્ટન, તા. 9 : ભારત સામે પાંચ મેચની વન-ડે શ્રેણીમાં 0-2થી પાછળ ચાલી રહેલી યજમાન ન્યૂઝીલેન્ડની ટીમને આંચકો લાગ્યો છે. ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનર ઈજાના કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે સ્ટાર પેસર મેટ હેનરી મંગળવારે હેમિલ્ટનમાં રમાનારી ત્રીજી વન-ડેમાંથી બહાર રહેશે. ટિકનરના કવર તરીકે નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સના ફાસ્ટ બોલર ક્રિસ્ટિયન ક્લાર્કને ટીમમાં સામેલ કરાયો છે. વાલિંગ્ટનમાં રમાયેલી બીજી વન-ડે દરમિયાન બાટિંગ કરતી વખતે બ્લેર ટિકનરને માથામાં બોલ વાગ્યો હતો. મેડિકલ તપાસમાં તે કનકશન મુક્ત જાહેર થયો હોવા છતાં, આઈસીસીના નિયમો અનુસાર 7 દિવસના ફરજિયાત સ્ટેન્ડ-ડાઉન પીરિયડને પગલે તે આગામી બે મેચ રમી શકશે નહીં. બીજી તરફ, ફર્ગ્યુસન ટી-20 શ્રેણી દરમિયાન જમણા પગની પિંડીમાં થયેલી ઈજામાંથી હજુ સંપૂર્ણ સાજો ન થતાં ચોથી અને પાંચમી વન-ડેમાંથી બહાર ફેંકાયો છે. ઓકલેન્ડમાં તાલીમ દરમિયાન ડેવોન કોનવે સાથે અથડાયા બાદ ઈજાગ્રસ્ત બનેલા મેટ હેનરીને ત્રીજી વન-ડેમાં આરામ આપી 14 નવેમ્બરે યોજાનારી ચોથી વન-ડેમાં વાપસીની સલાહ અપાઈ છે. યોજના મુજબ હેનરી અને કાઈલ જેમીસન ત્રીજી વન-ડે બાદ ટેસ્ટ કેમ્પમાં જોડાવાના હતા, પરંતુ હવે બંને ખેલાડીઓ ચોથી વન-ડે સુધી ટીમ સાથે જ રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd