• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ગાંધીધામમાં દિવાળીએ આતશબાજીની રંગોળી


ગાંધીધામ, તા. 9 : કચ્છના પ્રથમ મહાનગર અને આર્થિક પાટનગરમાં હર્ષ,ઉલ્લાસ અને  ઉત્સાહભેર દીપોત્સવીપર્વની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના દિવસે ફટાકડા ફોડતા આતશબાજીથી આકાશ છવાયુ હતું. દિવાળીની તહેવારોને ધ્યાને રાખીને ગાંધીધામના ટાગોર રોડ ઉપર આવેલા ડીપીટી મેદાનમાં ફટાકડા બજારમાં વિભિન્ન પ્રકારના ફટાકડા ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા હતા.ગઈકાલે રાત્રે તીવ્ર અવાજના બોમ્બ સાથે સંકુલ ગુંજી ઊઠયુ હતું.વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ તેમજ ડિઝાઈનો અને રંગો સાથેની આતશબાજી થી આકાશ છવાયુ હતું. આકાશમાં ઉત્સાહની રંગોળી છવાઈ હતી. વેપારમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા પોતાના વ્યાપારીક સંસ્થાનોમાં  ભગવાન ગણપતી,માતા લક્ષ્મીનુ ભાવભેર પૂજન કરાયુ હતું.  કુમકુમ તિલક સાથે ચોપડા પૂજન પણ કરાયુ હતું. મોડી રાત્ર સુધી  પરીવાર સાથે ચોપડાપૂજનવિધી ચાલુ રહી હતી. કેટલાક લોકો જુદી-જુદી દુકાનોમાં છેલ્લી ઘડીએ કપડા સહિતની વસ્તુઓની ખરીદી કરતા પણ નજરે પડયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd