• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ભૂખી ડેમમાં છતે પાણીએ સિંચાઇ નથી થતી

નખત્રાણા, તા. 24 :  કૃષિખેતી પ્રધાન ભારત દેશમાં વરસાદી પાણીના સંગ્રહથી ખેતી વિસ્તારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નાના, મધ્યમ, મોટા ડેમ, ચેકડેમ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે, પણ એવા જળાશયોમાં ભરાયેલાં વરસાદી પાણીનો ખેતીમાં ઉપયોગ કરવા તંત્ર દ્વારા સંકલનનો અભાવ અથવા તો ખેડૂત મંડળીઓ દ્વારા વ્યવસ્થામાં વિવાદના કારણે વિતરણ વ્યવસ્થા ન થતાં પાણી પડતર રહી જાય છે. નખત્રાણા તાલુકાની મધ્યમ સિંચાઇ યોજનામાં ધીણોધર ડુંગરની દક્ષિણે દેવીસર ગામ પાસે આવેલા ભૂખી ડેમનું ત્રીજા ભાગના પાણીની વિતરણ વ્યવસ્થામાં સંકલનના અભાવે બે વર્ષથી ખેતીમાં ઉપયોગ નહીં થતાં સિંચાઇ તંત્ર તથા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. આ સંદર્ભે ડેમના ઇજનેર તથા ડેમના પાણી પુરવઠો મેળવતા વંગ, ડાડોર, ગોધિયાર ત્રણ ગામની ખેડૂત મંડળીઓના પ્રમુખ-અગ્રણીઓના જણાવ્યા મુજબ ડેમમાં 15.58 એમ.સી. એમ. મિલિયન સંગ્ર્રહ શક્તિ ધરાવતા ડેમમાં વર્તમાન સમયમાં છ મિલિયન ફૂટ પાણી પડતર છે, ત્રણ મંડળીની 1948 હેક્ટર ખેતીની જમીનના પાણીથી પિયત ખેતીના સૂત્રોના જણાવ્યા મુજબ ડેમની 28 કિ.મી. નહેરમાં પ્રથમ ગોધિયાર પછી ડાડોર અને છેલ્લે આવતા વંગ ગામ વિસ્તારની જમીન પૈકી ડેમનું પાણી છોડાય છે, ત્યારે પ્રથમ વિસ્તાર-પછી ક્રમશ બીજા અને ત્રીજો વિસ્તારને પાણી પુરવઠો વધઘટ અથવા  પૂરા પ્રમાણમાં પહોંચતું નથી ખેડૂત મંડળીઓ દ્વારા વિવાદના કારણે બે વર્ષથી ડેમનું પાણી ખેતી માટે બંધ થવાથી ખેડૂત, સિંચાઇ ખાતાને નુકસાન થઇ રહ્યું છે તેવી ફરિયાદ ઊઠી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આવશ્યકતાથી સાંકળી નહેર તથા નહેરમાં ભરાતા માટી કચરાના કારણે પાણીના વહનને અડચણરૂપ બને છે, જ્યારે નહેરને મોટી કરવા અથવા તો છેવાડાના ડાડોર-વંગ વિસ્તારને ખેતીનું પાણી પહોંચાડવા અલગથી બીજી નહેર બનાવવામાં આવે, તો તમામ ખેતીની જમીનને સમાંતર સરખે ભાગે પાણી મળતું થાય તેવી માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા માંગ સંતોષવામાં ન આવતાં સમસ્યાનો અંત આવતો નથી ડેમની નહેરમાં માટી, કચરો તથા ગાંડા બાવળની ઝાડીએ ઘેરી લીધી છે. તેવી પણ ફરિયાદ કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd