વરલીનાં નેહરુ સેન્ટર ખાતે 2થી 4 ઓક્ટોબર સુધી
ભવ્ય `વ્યાપાર ઉત્સવ - 26'નું આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારોની ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનેલા આ ઉત્સવમાં `મેક ઇન ઇન્ડિયા' અને `વોકલ ફોર લોકલ'નાં સૂત્રને સાર્થક કરતી મહિલા ઉદ્યોગસાહસિકો પોતાની યુનિક પ્રોડક્ટ્સ સાથે
જોડાઈ રહી છે. તહેવારોની ખરીદી માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન બનેલો આ ઉત્સવ માત્ર ખરીદીનું
કેન્દ્ર નથી, પરંતુ આજના આધુનિક યુગમાં દીકરીઓ અને મહિલાઓની વ્યાપારી
સૂઝબૂઝ અને આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ સાબિત થવા જનારું છે. આ ઉત્સવમાં મહિલા ઉદ્યોગસાહસિકો
પુરુષોની હરોળમાં બેસીને માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ
પોતાના કોમર્શિયલ અનુભવ અને કલાત્મક સૂઝબૂઝથી બજારમાં એક નવો રાહ ચીંધી રહી છે. હરીફાઈના
આ યુગમાં મહિલાઓ પોતાની આગવી તાકાતથી બજારની દિશા બદલી રહી છે, જેના પ્રત્યક્ષ ઉદ્ગારો નીચે મુજબ છે. - મિલોની શાહ
(CARAT AFFAIRS BY H B SHAH PVT LTD) : આજના ડિજિટલ અને કિટ્ટી-સ્પર્ધાના યુગમાં
માત્ર વેચાણ કરવું એ અમારો હેતુ નથી, પરંતુ અમારી ખાસ ડાયમંડ જ્વેલરી થકી ગ્રાહકોને એક પ્રીમિયમ કોમર્શિયલ અનુભવ
કરાવવો છે. પુરુષોના વર્ચસ્વવાળા બિઝનેસ જગતમાં મહિલાઓ પોતાની કાડિંગ, ક્રિએટીવિટી અને માર્કાટિંગ સ્કિલથી આજે ખભેખભો મિલાવીને ઊભી છે અને `વ્યાપાર ઉત્સવ' અમને આ તાકાત દર્શાવવાનું મોટું પ્લેટફોર્મ
સાબિત થવાનું છે. - મમતા વોરા (MV CREATION) : ફેમિલી, તહેવારો અને કોર્પોરેટ ગિફ્ટિંગને ધ્યાનમાં
રાખીને હેન્ડમેડ ગિફ્ટ હેમ્પર રજૂ કરવા એ એક કળા છે. અમે એવી આધુનિક નારી છીએ જે ઘર
સંભાળવાની સાથે ગ્લોબલ માર્કેટની જરૂરિયાતોને પારખીને પ્રોડક્ટ ડિઝાઇન કરી રહ્યા છીએ.
મુંબઈ જેવા વિશાળ અને સ્પર્ધાત્મક માર્કેટમાં 150થી વેપારીની વચ્ચે રહીને અમારો
વ્યવસાય રજૂ કરી અમારા આત્મવિશ્વાસ વધારવા માગીએ છીએ. - અમીષા શાહ
(NATURE'S PALETTLE) : ભાગદોડ ભરી જિંદગીમાંથી પ્રકૃતિની વચ્ચે રાહતનો શ્વાસ આપતા વાઇલ્ડ
લાઈફ ટૂરિઝમને પ્રમોટ કરવું એ એક અનોખો બિઝનેસ આઈડિયા છે. મહિલાઓ હવે માત્ર પરંપરાગત
વ્યવસાયો પૂરતી સીમિત નથી, પણ ટૂરિઝમ
અને સાહસિક ક્ષેત્રોમાં પણ કોમર્શિયલ સફળતા મેળવી રહી છે. જૈન યૂથ ફોરમનું સંયુક્ત
સાહસ અમને અમારા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેટફોર્મને હાઈલી રિચ અપાવશે, જેનો અમને પૂરો વિશ્વાસ છે અને અમે પણ સાબિત કરીશું કે નારી ધારે તે ક્ષેત્રમાં
મોખરે રહી શકે છે. - ભૂમિ મારુ (S AND B CREATIONS) : અમારી થ્રીડી (3D) પ્રિન્ટને એકદમ આધુનિક અને ક્લાસી રીતે
ગ્રાહકો સમક્ષ રજૂ કરતી વખતે જે આત્મસંતોષ મળે છે તે અદ્ભુત છે. ટેક્નોલોજી અને આર્ટના
આ યુગમાં મહિલા ઉદ્યોગસાહસિકો પોતાની પ્રોડક્ટ્સના માધ્યમથી ગ્રાહકો સાથે સીધો કોમર્શિયલ
સંવાદ સાધી રહી છે. આ હરીફાઈમાં ટકી રહેવું અને આગળ વધવું એ જ સાચી આધુનિક નારીની ઓળખ
છે, અમે આતૂર છીએ ગ્રાહકોને અમારી અવનવી વેરાયટી
રજૂ કરવા માટે. - હેતલ લક્ષ્મીચંદ દેઢિયા & મીનલ દેઢિયા (ELEGANCE THE ETHNIC WEAR) : બજારમાં મહિલાઓ પોતાના ગ્રાહકસંબંધો (Customer Relations) અને ડિઝાઇનિંગ સેન્સના
જોરે એક મજબૂત સ્થાન બનાવી રહી છે ત્યારે એથનિક વેરમાં નવી વેરાઈટી સાથે ગ્રાહકોને
આકર્ષવા માટે ફેશન માર્કેટની પલ્સ પકડવી જરૂરી છે. આ પ્રદર્શન અમારો વ્યાપારી અનુભવ
વધારવા માટે સીમાચિહ્ન સાબિત થશે. - ઉષા કેનિયા & જયશ્રી કેનિયા (COSISTAA) : કોમ્પિટિટીવ બિઝનેસના આ જમાનામાં લોકલ બ્રાન્ડ્સને પ્રોત્સાહન
આપવું એ અમારો સંકલ્પ છે. અમે બંને બહેન જ્યારે બજારમાં ઊતર્યા છીએ ત્યારે માત્ર વ્યાપાર
નહીં, પણ મહિલાઓની અદમ્ય ઇચ્છાશક્તિ અને વ્યાપારી
કુનેહનું દર્શન કરાવીશું, જેમાં નવરાત્રિ અને દિવાળીની ખરીદી
માટે મુંબઈવાસીઓ માટે આ ઉત્સવ એક અદ્ભુત કોમર્શિયલ હબ બનશે.