મુંબઈના વિશાળ માર્કેટમાં કચ્છની સ્થાનિક પ્રતિભાઓને વૈશ્વિક
પ્લેટફોર્મ પૂરું પાડતા 'વ્યાપાર ઉત્સવ'
26 ને લઈને કારીગરો અને ઉદ્યોગ
સાહસિકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવ માત્ર ખરીદીનું કેન્દ્ર નથી, પરંતુ પરંપરા અને આધુનિક વ્યાપારના સંગમનું
ઉત્તમ ઉદાહરણ બનવા જઈ રહ્યું છે. આવો જાણીએ આ મહા-ઉત્સવમાં ભાગ લેનાર વિવિધ ક્ષેત્રના
અગ્રણીઓની ખાસિયતો અને તેમની અપેક્ષાઓ તેમના જ શબ્દોમાં: - અબ્દુલ હલીમ
ઉસ્માન ખત્રી, અજરખપૂર,
અજરખ કારીગર : કચ્છની પરંપરાગત અજરખ પ્રિન્ટની મોહક ભાત
અને પ્રાકૃતિક રંગોની ખુશ્બુ હવે મુંબઈના આંગણે મહેકવા તૈયાર છે. અજરખ કારીગર જણાવે
છે કે, `આ ઉત્સવ દ્વારા
અમારી પેઢીઓ જૂની કલાને મુંબઈના વિદેશી અને રસીકિ ગ્રાહકો સુધી પહોંચાડવાની આ ઉત્તમ
તક છે, જે અમારા કસબને નવું જીવન આપશે. - અરજણ વિશ્રામ
સીજુ, ભુજોડી વણાટ કારીગર : હાથશાળની બેજોડ વણાટ શૈલી અને ઝીણવટભર્યું કામ આપણી સંસ્કૃતિની
ઓળખ છે. વણાટ કારીગરનો ઉત્સાહ વ્યક્ત કરતા કહે છે કે, `આજના મશીનયુગમાં
હાથશાળના અસલ વણાટની કિંમત સમજનારા વર્ગ સાથે સીધા જોડાઈને અમારા કૌશલ્યને યોગ્ય વળતર
અને માન બંને મળશે તેવી પૂરી આશા છે. - હિમલ વૈદ્ય, સંજીરો ફાઉન્ડેશન : કચ્છની કલા અને એમ્બ્રોઈડરીની
વિવિધ ચીજવસ્તુઓનું વૈવિધ્યસભર કલેક્શન લાવનાર બહેનો દ્વારા ચાલતી સંસ્થાના હિમલબેન
કહે છે કે, `એક જ છત નીચે લાખો ગ્રાહકોને કચ્છી હસ્તકલાની અનોખી ભેટો ઉપલબ્ધ
કરાવવાનો આ અવસર અમારા વેપારને નવી ઊંચાઈએ લઈ જશે.'
- અબ્દુલ મજીદ
ખત્રી, બાંધણી કારીગર,
ભુજોડી : કચ્છી આર્ટ ગેલેરીના મજીદ
ભાઈ ગુજરાતી સંસ્કૃતિની શાન સમાન બાંધણીની મનમોહક ડિઝાઈનો હવે મુંબઈગરાઓને ઘેલું લગાડવા
સજ્જ છે. બાંધણી કારીગર માને છે કે, `તહેવારોની આ સિઝનમાં ગ્રાહકોને અસલ હેન્ડમેડ
બાંધણીની વેરાયટી પ્રદર્શિત કરવા અને વેચાણ માટે આનાથી ઉત્તમ બીજું કોઈ મંચ હોઈ ન શકે.
- નિકેતા ઠક્કર, ફેશન ક્લોથ ડિઝાઇનર, અમદાવાદ
: પરંપરા અને આધુનિક ફેશનનો
સમન્વય સાધનાર સીવી ધ બી સ્પોક બૂટિકના મૂળ કચ્છી ડિઝાઇનર નિકેતાબેનનો દૃઢ વિશ્વાસ
છે કે, `મુંબઈના ફેશનપ્રેમી
યુવાનો અને કુલીન વર્ગ સમક્ષ અમારી નવીનતમ કલેક્શન રજૂ કરવાથી બ્રાન્ડની વધુ મજબૂત
બનશે અને નવો ગ્રાહકવર્ગ મળશે. - રાજન ઠક્કર, રાજશ્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : દેશ-વિદેશના લોકોને કચ્છની અજાયબી પ્રવાસ
દ્વારા દેખાડનાર જણાવે છે કે, `વેકેશન અને તહેવારોના આગમન ટાણે મુંબઈના
પ્રવાસન શોખીનોને બેસ્ટ હોલિડે પેકેજીસ ઓફર કરવા માટે આ મેળાવડો ઉત્તમ બિઝનેસ લીડ્સ
અપાવશે. - ધૈર્ય મહેતા, વાગડ'સ કોસ્મેટિક્સ,
કોસ્મેટિક વેપારી : `તહેવારોની ખરીદી માટે ઉમટેલી
ભીડ વચ્ચે અમારી પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને ઓન-સ્પોટ વેચાણ અમારા બિઝનેસ ટર્નઓવરને
વધારશે. - ખત્રી ઈકબાલ
હુસેન, ધમડકા : અમારી પેઢીઓની અજરખ કળાનો
પ્રસાર માત્ર કચ્છ પૂરતો મર્યાદિત ન રહે, પણ મુંબઈની પ્રજા અમારી કારીગરીથી ઘેલી બને અને કચ્છી હસ્તકળાની ખરી ખૂબી સમજે
એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉત્સવ દ્વારા અમને એક ઉત્તમ વેપારી મંચ પ્રાપ્ત થયો છે.
- પ્રિયાંશી
આહિર, (મડ વર્ક આર્ટિસ્ટ) : `કચ્છની પરંપરાગત મડ આર્ટને
મુંબઈના વિશાળ કલાપ્રેમી વર્ગ સુધી પહોંચાડવા માટે હું પહેલીવાર 'વેપાર ઉત્સવ'માં ભાગ લઈ
રહી છું. આ પ્લેટફોર્મ મારી કળાને નવી ઓળખ અપાવશે અને કચ્છી સંસ્કૃતિની સુવાસ ફેલાવવામાં
મદદરૂપ બનશે તેવી મને દ્રઢ આશા છે.' - નિરાલી પવાણી, ફ્રેગ્રન્સ/પરફ્યુમ ઉદ્યોગ સાહસિક : અમારી સંપૂર્ણ કામગીરી
મહિલાઓ દ્વારા જ સંચાલિત થાય છે, જે મહિલા
સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. મુંબઈ જેવા મહાનગરમાં ગ્રાહકો સમક્ષ અમારા ઓર્ગેનિક
પરફ્યુમ્સ રજૂ કરવા માટે અમારી ટીમમાં અદભુત ઉત્સાહ છે. - ઝૂબીન માણેક, હોસ્પિટલિટી
બિઝનેસ : સમગ્ર ગુજરાતમાં 21 પ્રોપર્ટીઝનો વિશાળ વ્યાપ ધરાવનાર આ હોસ્પિટલિટી ગ્રુપ ઉત્સવને
લઈને ખૂબ જ ઉત્સાહી છે. તેઓ જણાવે છે કે, `મુંબઈના પ્રવાસીઓ અને બિઝનેસમેન સુધી અમારી
ઉત્કૃષ્ટ આતિથ્ય સેવાઓ પહોંચાડવા માટે આ પ્લેટફોર્મ યોગ્ય સાબિત થશે, અને અમારો વ્યાપ વધુ વિસ્તરશે.