ગાંધીધામ, તા. 16 ગાંધીધામમાં વરસાદના વિરામના
28 કલાક પછી પણ શહેરના અનેક વિસ્તારો
ના માર્ગો ઉપર પાણી ભરાયેલા છે. જ્યારે મેઘપર બોરીચી ના સોસાયટી વિસ્તારોમાં રહેણાંક
મકાનોની આસપાસ તળાવ જેવી સ્થિતિ છે જો ઝડપથી પાણી નિકાલ કરીને દવા છટકાવ સહિતની કામગીરી
કરવામાં નહીં આવે તો રોગચાળો માથું ઊંચકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મ્યુનિસિપલ કમિશનર
બીડી દવેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ અને સીટી ઇજનેર મયંક શાહ તેમજ
પદા-અધિકારીઓ દ્વારા તાકીદે ગાંધીધામના એડિવિઝન પોલીસ સ્ટેશન રોડ, એમ્પાયર હોટલ રોડ, ટાઉનહોલની
પાછળના ભાગે તેમજ ચાવલા ચોક નજીક તથા શક્તિ નગર અને અલગ અલગ વિસ્તારોના આંતરિક માર્ગો
ઉપર ભરાયેલા પાણીનો નિકાલ કરીને દવા છટકાવ સહિતની કામગીરી કરાવવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત મેઘપર બોરીચી ની અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં
વ્યાપક પાણી ભરાયેલા છે આરોગ્ય કેન્દ્ર ની ચો તરફ પાણી ભરાયેલું હોવાથી એમ્બ્યુલન્સને
બહાર કાઢવી પણ મુશ્કેલ છે. અહીં જો તત્કાલ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો
ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકો મહાનગરપાલિકામાં ફરિયાદો કરી રહ્યા છે. મેઘપર
બોરીચી ની સોસાયટીઓ ના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયેલું છે તેનો નિકાલ કરવામાં સમય
લાગે તેવી સ્થિતિ છે. પણ વહીવટી તંત્રએ આ સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી છે. લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે. ઘણી જગ્યાઓ
ઉપર દીવાલો તોડીને તેમજ જેસીબી થી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં આડેધડ
બનેલા મકાનોની આસપાસ પાણી ભરાયેલા છે. તેના નિકાલ માટેની કાર્યવાહી કરવા લોકો માંગ
કરી રહ્યા છે. - અપનાનગર ચાર રસ્તા મુખ્ય ગટર લાઈન બેસી : અપના નગર
ચાર રસ્તા કન્ટેનર દુકાન ના ખૂણા ઉપર મુખ્ય ગટર લાઈન બેસી ગઈ છે જેના કારણે ભારતનગર
અને અપનાનગરમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે. જોકે ભારત નગર તરફ જતા રસ્તામાં પરબ પાસે જકશન
ઉપર 24 કલાકથી જનરેટર ના માધ્યમથી
જાટિંગ મશીન મારફતે દૂષિત પાણીનો નિકાલ કરીને સમસ્યા નું સમાધાન લાવવાના પ્રયાસ છે.
પાણી નીચે ઉતરતાની સાથે જ પાઇપ બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને હાલના સમય કામગીરી
પણ શરૂ કરી દેવામાં આવી છે.