• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ગુરુ-શુક્ર વરસાદની આગાહી

ભુજ, તા. 16 : કચ્છમાં સાર્વત્રિક મેઘકૃપા વરસ્યા બાદ મંગળવારે બપોર બાદથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. આજે છૂટા-છવાયા ઝરમર છાંટાને બાદ કરતાં કચ્છના મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ સૂર્ય પ્રકાશિત રહ્યું હતું. અરબી સમુદ્રમાં પહોંચેલી સક્રિય વરસાદી સિસ્ટમ યુ ટર્ન મારીને કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે તેવી હવામાન વિભાગે  વ્યક્ત કરેલી સંભાવના વચ્ચે ગુરુ અને શુક્ર એમ બે દિવસ જિલ્લામાં પવન-ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના સાત દિવસના પૂર્વાનુમાનમાં હવાનું હળવું દબાણ હાલ સૌરાષ્ટ્ર અને તેને સાંકળતા અરબી સમુદ્ર આસપાસ કેન્દ્રિત હોવાનું જણાવી  આ સિસ્ટમ પાછી વળી કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠે આવી શકે છે. જો કે, આ સિસ્ટમ ઘણી નબળી પડવાની સંભાવના વચ્ચે ગુરુ અને શુક્ર એમ બે દિવસ જિલ્લાના ઘણાખરા અને વિશેષ રીતે કાંઠાળ વિસ્તારમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન અને તીવ્ર ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસે તેવી ચેતવણી જારી કરી છે. એ બાદ મહંદશે જિલ્લામાં ધૂપછાંવનો માહોલ યથાવત્ રહેવાની સંભાવના દેખાડવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે આ સિસ્ટમ યુ ટર્ન માર્યા બાદ ઘણી જ નબળી પડી જવાની છે. એટલે સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા ખૂબ ઓછી છે, આમ છતાં છૂટા-છવાયા વિસ્તારમાં મેઘાવી માહોલ સર્જાઇ શકે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd