ભુજ/ગાંધીધામ, તા. 16 : ખાવડા બાજુના
આર.ઇ. પાર્કની એક કંપનીના ગોદામમાંથી રૂા. 10.34 લાખની અર્થિંગ પટીની તસ્કરીનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત
અંજાર તાલુકાના ખેડોઇ અને સિનુગ્રા ગામની સીમમાં આવેલી પવનચક્કીઓમાંથી તસ્કરો દ્વારા
રૂા. 46,200ના વાયરની તસ્કરી થયાની ફરિયાદ
નોંધાઇ છે. ખાવડા પોલીસ મથકે આર.ઇ. પાર્કની યુસન ટી. એન્ડ ડી. ઇન્ડિયા પ્રા. લિ. કંપનીના
સ્ટોર મેનેજર રોમીકુમાર શર્માએ ગઇકાલે નોંધાવેલી
ફરિયાદ મુજબ ગત તા. 23/8ના રાત્રિ
દરમ્યાન કંપનીના સ્ટોર-ગોદામમાંથી કોપરની અર્થિંગ પટી 50 બાય 6 એમએમની 470 મીટર જેની અંદાજિત કિં. રૂા. 10,34,000ની ચોરી થઇ હતી. આજુબાજુ તપાસ
કરતા પટીઓ મળી ન હતી. આમ કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે
ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત ખેડોઇ અને સિનુગ્રા ગામની સીમમાં
સુઝલોન એનર્જીની પવનચક્કીઓ આવેલી છે. જ્યાં આર્મ્સ સ્ટ્રેક સિક્યુરિટી સર્વિસના માણસો
ચોકીદારી કરતા હોય છે. આ કંપનીના સુપરવાઇઝર એવા ફરીયાદી સુર્યદીપસિંહ ધીરુભા જાડેજા
અને મહાવીરસિંહ પરમાર ગત તા. 10/8ના ખેડાઇ, સિનુગ્રામાં એસ-જી-45માંથી તસ્કરોએ જુદા જુદા ....એમ.એમ.ના કુલ
રૂા. 46,200ના વાયર કાપીને તેની ચોરી કરી
ગયા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે આજે બપોરે પોલીસ મથકે ફરિયાદ કરાતા આગળની તપાસ
અંજાર પોલીસે હાથ ધરી છે.