ગાંધીધામ, તા. 16 : ભચાઉ તાલુકાના ભુજપર નજીક કેનાલમાં
ડૂબી જતાં મૂળ ગોધરાના પ્રવિણ નાનસિંગ નાયક (ઉ.વ. 35)નું મોત થયું હતું. બીજીબાજુ ભચાઉના જ લોધશ્વર પમ્પીંગ સ્ટેશન
નર્મદા કેનાલમાં પડી જતાં ડુબી જવાથી મૂળ ઉત્તર પ્રદેશના વિશાલ ગૌરીશંકર નિશાદ (ઉ.વ.
20)એ જીવ ખોયો હતો. ભુજપરમાં રતનઝિસંઘહ
જાડેજાની વાડક્ષએ રહી મજુ રી કામ કરનાર પ્રવિણ નાયક નામના યુવાનની લાશ આજે સવારે મળી
આવી હતી જેને લોકો જોઇ જતાં પોલીસને જાણ કરાઇ હતી દરમ્યાન લાશ બહાર કાઢવા ભચાઉ અગ્નિશમન
દળને જાણ કરવામાં આવી હતી. અગ્નિશમનના સભ્યોએ લાશ બહાર કાઢી હતી. છેલ્લા છએક વર્ષથી
આ યુવાનની પત્ની અન્યત્ર ચાલી ગઇ છે જ્યાં બાળકો તેના વતનમાં દાદી સાથે રહે છે. આ યુવાન
કેનાલમાં કેવી રીતે ડૂબ્યો હતો તે જાણવા લાશને એફએસએલ અર્થે જામનગર ખાતે મોકલી દેવામાં
આવી હતી. આ બનાવની આગળની તપાસ દુધઈ પોલીસના પી.એસ.આઈ. આર. એચ. ઝાલાએ હાથ ધરી છે. વધુ
એક અપમૃત્યુનો બનાવ ભચાઉના લોધેશ્વર પમ્પિંગ સ્ટેશન કેનાલમાં બન્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો
વિશાલ નામનો યુવાન અહીં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે ગઈકાલે સવારે લોધેશ્વર પમ્પિંગ
સ્ટેશન બાજુ કેનાલ પાસે હતો ફોન પર વાત કરતા કરતા તે કેનાલમાં હાથ ધોવા નીચે ઉતર્યો
હતો. દરમ્યાન અકસ્માતે તે પાણીમાં ગરકાવ થયો હતો જેને આસપાસના લોકો જોઈ જતાં તંત્રને
જાણ કરાઈ હતી. ભચાઉ અગ્નિશમન દળે ગઈ કાલે દોડધામ આદરી છતાં લાશ મળી નહોતી દરમ્યાન આજે પાણીની આવક બંધ કરાવ્યા બાદ ફૂલાઈ
ગયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવની આગળની તપાસ પી.એસ.આઈ. કે. બી. તરારે હાથ
ધરી છે. આ બંને કામગીરીમાં અગ્નિશમન દળના પ્રવિણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ
ભુજના વિશાલ ગઢવી, અસલમ પટ્ટણી, ઉદયસિંહ,
રુદ્ર વાલોતરા જોડાયા હતા. કેનાલમાં બે યુવાનોના મોતને પગલે ભારે ગમગીની
પ્રસરી હતી.