ભુજ, તા. 16 : અગાઉ વીજ બિલ બાકી અને ઇ-ચલણના
બનાવટી મેસેજ મૂકી અને તે ભરવા લીંક આપી ઓનલાઇન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી ચૂકયા
છે ત્યારે ફરી આવા ઇ-ચલણના બનાવટી મેસેજ શરૂ થયા હોવાથી લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું
છે. આજે એક ધારાશાત્રીને આવા જ પ્રકારનો ઇ-ચલણનો રૂા. 1000 ભરવા અંગેનો મેસેજ આવતા તેમણે
મેસેજમાં દર્શાવેલા ઇ-ચલણના નંબર નાખી તપાસતા તે ચલણ નંબર ઇનવેલીડ બતાવ્યા હતા. આમ
ઠગબાજો ફરી આ રીતે ઓનલાઇન છેતરપિંડી માટે સક્રિય થયા હોવાથી લોકોને સાવધ રહેવા જાગૃતોએ
અપીલ કરી છે.