• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ભચાઉ : ચોરાઉ માલની બેટરી, વાયર સાથે ત્રણ પકડાયા

ગાંધીધામ, તા. 16 : ભચાઉમાં પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડી તેમની પાસેથી ચોરાઉ મનાતી બેટરી અને વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો. ભચાઉમાં પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમ્યાન છકડો નંબર જી.જે. 27-ટી.ડી. 7914 આવતાં તેને રોકાવાયું હતું. આ વાહનમાં રહેલા માલ-સામાન અંગે આધાર-પુરાવા મંગાતાં તે આપી ન શકતાં પાટણના રાજ પ્રમોદ કંસારા, ભુટકિયાના હાસમ જુમા ઘાંચી તથા વોંધના જુસબ આમદ ઘાંચીને પકડી લેવાયા હતા. આ ત્રણેય પાસેથી ચોરાઉ મનાતી 26 બેટરી, 30 કિલો વાયર તથા છકડો એમ કુલ રૂા. 4,19,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બેટરી, વાયર ક્યાંથી આવ્યા હતા તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd