ગાંધીધામ/ભુજ, તા. 16 : અંજારના હનુમાન
ગુફા વીડી પુલિયા પર કાર ડીવાઇડરમાં ભટકાતાં રાહુલ ધરમશી મકવાણા નામના યુવાનનું મોત
થયું હતું. જ્યારે ચાલકને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ સામખિયાળીમાં ચકેતનકુમાર કરમણ
સેંઘાણીયા (ઉ.વ. 27)એ ગળેફાંસો
ખાઇ પોતાનું જીવન ટુંકવી લીધું હતું. જ્યારે ભુજ તાલુકાના માનકૂવામાં 35 વર્ષીય યુવાન નાનજી રાયશી માંગલિયાએ
દવા પી પોતાનું આયખું ટુંકાવ્યું હતું. અંજાર-મુંદરામાં ધોરમાર્ગ હનુમાન ગુફા વીડી
પુલીયા પર ગત તા. 9-9ના સાંજના
જીવલેણ અકસ્માત સર્જાયો હતો. દિવ્યાંગ ગઢવીની કાર નંબર જી.જે. 12 ઇ.ઇ. 6535 તેના મોટા બાપાની વાડી મિંદીયાળા
ખાતે રાખવાની હતી જેથી આ કારમાં રાહુલ મકવાણા, રોહિત ગઢવી, સવાર થયા હતા અને બીજી કારમાં દિવ્યાંગ ગઢવી,
જીગર ગઢવી સવાર થયા હતા. આ બંને ગાડી લઇને તે મિંદીયાળી બાજુ જઇ રહ્યાં
હતાં દરમ્યાન વીડી પુલીયા પર કાર નંબર જી.જે. 12 ઇ.ઇ. 6535 ડિવાઇડરમાં ભટકાતાં તેમાં સવાર
બંને યુવાનોને ઇજાઓ પહોંચી હતી. રાહુલને પ્રથમ સ્થાનીકે બાદમાં ગાંધીધામ ખાતે સારવાર
અર્થે લઇ જવાયો હતો. જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. રોહિત ગંગદાસ
ગઢવી સામે વિજય ધરમશી મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી..વધુ એક અપમૃત્યુનો બનાવ સામખિયાળી
ઓસવાળવાસમાં ગઇકાલે બદલી આવ્યો હતો. અહીં રહેનાર મૂળ આડેસરનાં ચેતનકુમાર નામનો યુવાન
ઘરે હતો. દરમ્યાન અગમ્ય કારણોસર તેણે છતના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું
જીવન ટુંકાવી લીધું હતું. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
આ ઉપરાંત ભુજ તાલુકાના માનકૂવામાં રહેતા નાનજી માંગલિયાએ ગત તા. 14-9ના રાત્રે તેના ઘરે કોઇ અગમ્ય
કારણોસર દવા પી લેતા તેને સારવાર તળે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર
કર્યાની વિગતો ગઇકાલે માનકૂવા પોલીસ મથકે લખાવાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી
તજવીજ આદરી હતી.