• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ભુજના મેળામાં ડિજિટલ ખીંચું કપાયું : ગુગલ પેથી 63 હજાર ઉપડી ગયા

ભુજ, તા. 16 : તાલુકાના સુખપર રહેતા યુવાનના ભુજમાં મેળામાં હતો ત્યારે બારોબાર ગુગલપેથી બે ટ્રાન્ઝેકશનમાંરૂા. 67000 ઉપડી ગયા હતા. આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે દરજીકામ કરતતા સુખપરના યોગેશ ચૂનીલાલ દરજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14/9ના બપોરે તે ચાના પૈસા આપવા ગુગલપે કરતા પૈસા ટ્રાન્સફર થયા ન હતા. આથી તેમણે ગુગલપેમાં બેલેન્સ ચેક કરતા રૂા. 37 હતા અને ટ્રાન્ઝેકશન ચકાસતા 13/9ના રાતે 8.29 વાગ્યે  50,000 અને 8.40 વાગ્યે 17000ના ટ્રાન્સફર થયા હતા. જેમાં હરિઓમ કિરાણા સ્ટોર લખેલું બતાવ્યું હતું. આ સમયે ફરિયાદી સેન્ડલવૂડ મિરજાપર રોડ ભુજ ખાતે મેળામાં હતા. ફરિયાદીએ હેલ્પલાઇન નં. 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બેન્ક પાસેથી વિગતો મંગાવાતા આ કામ એરટેલ પેમેન્ટસ બેન્કના ખાતા નંબરવાળા થયાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd