• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં રેલવેના ચાર પ્રકલ્પનું રેલવેમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આજે લોકાર્પણ

ગાંધીધામ, તા. 14 : ગુજરાતમાં રેલવેના વિવિધ પ્રકલ્પો પૈકી કચ્છના પ્રવાસી સુવિધા અને માલ પરિવહન વધુ મજબૂત બનાવવા સહિતના ચાર પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવશે. રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે. ગોપાલપુર રેલવે સ્ટેશન, અંજાર ખાતે ભુજ-શાલીમાર ટ્રેનના સ્ટોપેજનો આરંભ, શિવલખા અને ભીમાસરમાં નવા ગતિશક્તિ ટર્મિનલનું લોકાર્પણ કરાશે. ગોપાલપુર રેલવે સ્ટેશનના વિકાસથી વિસ્તારમાં રેલવે સંપર્ક અને યાત્રીઓની સુવિધાઓ મજબૂત થશે તથા આસપાસના યાત્રીઓ માટે રેલવે પરિવહનની પહોંચ વધુ ઉત્તમ થશે તેમજ અમદાવાદ અને ભુજ તરફથી આવતી-જતી ટ્રેનો માટે ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલની જરૂર રહેશે નહીં, જેનાથી પરિચાલન સમયની બચત થશે. સ્ટેશનનો વિકાસ વિસ્તારની પરિવહન જરૂરિયાતોને પૂરી કરવા અને ભવિષ્યમાં વધતી જતી યાત્રીઓની માંગ અનુસાર રેલવે માળખાંને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અંજાર રેલવે સ્ટેશન ખાતે ભુજ-શાલીમાર સ્ટેશનના સ્ટોપેજથી અંજાર અને આસપાસના વિસ્તારોના યાત્રીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને લાંબા સમયથી અપેક્ષિત રેલવે સુવિધા છે. આ સ્ટોપેજથી યાત્રીઓને ભુજ-શાલીમાર એક્સપ્રેસ દ્વારા દેશના મુખ્ય શહેરો અને મહત્ત્વપૂર્ણ સ્થળો સુધી સીધી અને અનુકૂળ યાત્રાનો લાભ મળશે. અંજારથી ટ્રેન પકડવા માટે યાત્રીઓએ અન્ય સ્ટેશનો સુધી જવાની જરૂરિયાત ઘટી જશે, જેનાથી સમય અને યાત્રાના વધારાના ખર્ચની બચત થશે. આ ઉપરાંત શિવલખા અને ભીમાસરના ગતિશક્તિ ટર્મિનલથી માલ પરિવહન વધુ મજબૂત બનશે. આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd