• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

કરુણાધામ પશુ હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટે અઢી લાખનું દાન

ભુજ, તા. 2 : સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણસૂરિ કરુણાધામ પશુ હોસ્પિટલ એ ખરા અર્થે કરુણા કેરું ધામ સાબિત થઈ રહ્યું છે. દાયકાથી કચ્છભરના અબોલ જીવોની શારીરિક પીડા દૂર કરવા સારવારના અદ્યતન સાધનોથી સંપન્ન આ હોસ્પિટલ અત્યાર સુધી અસંખ્ય જીવોને નવજીવન આપી ચૂકી છે. હાલ ચાતુર્માસ મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે પુણ્ય અને ધર્મલાભ લેવા શ્રાવકગણ યથાશક્તિ જીવદયા ફંડ આપતા હોય છે ત્યારે આ. ભ. રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા. અને ભવ્યરત્ન મ.સા.ની પ્રેરણાથી દિલ્હીના દિનેશભાઈ દોશી તથા મયૂરભાઇ દોશીએ હોસ્પિટલની મુલાકાત લઈ મંડળની પ્રવૃત્તિ નિહાળી હતી. મંડળ દ્વારા પીડાથી કણસતા બીમાર, લાચાર, અપંગ, અકસ્માતગ્રસ્ત, માલિક દ્વારા તરછોડાયેલા મૂંગા જીવોની દયનીય સ્થિતિ નિવારવા કરાતી સેવા શુશ્રૂષા  હેતુ રૂા. 2,50,000નું આર્થિક અનુદાન આપેલ છે. મંડળ પ્રમુખ કૌશલભાઈ મહેતા અને ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ વોરાએ આ અનુદાનની અનુમોદના કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd