અંજાર, તા. 21 : અંજારની શાળા નંબર આઠની કથળેલી
હાલતને સુધારવાની માંગ કરવામાં આવી છે. શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગિરીરાજાસિંહ
રાણા તથા મહામંત્રી લાભુ મહારાજ દ્વારા શાળા નંબર 8ની મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન શાળામાં સફાઈનો અભાવ તથા
શૌચાલય બંધ અવસ્થામાં જણાયા હતા. વિદ્યાર્થીઓની નહીંવત સંખ્યા અને ધોરણ-1થી 5 માટે માત્ર બે કાયમી શિક્ષકો હોવાનું સામે આવ્યું હતું. તેમજ
મધ્યાહ્ન ભોજન વર્ગખંડમાં જ ચલાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. આ પરિસ્થિતિ
ચિંતાજનક છે, શહેરની અન્ય શાળાઓની પણ
મુલાકાત લઇ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરવી જરૂરી છે. આ મામલે તાત્કાલિક નક્કર
કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓને સ્વચ્છ વાતાવરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવી વ્યવસ્થા
કરવામાં આવે તેવી માંગ કરી હતી.