• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

કચ્છના ખેડૂતો હવે મોબાઈલ એપથી ખાતરનો જથ્થો બુક કરાવી શકશે

ભુજ, તા. 21 : સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાઈલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ હવે સમગ્ર રાજ્યમાં  સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો સરકારની મોબાઈલ એપ્લિકેશનથી મળતો થશે. તા. 25/8/2026થી કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લામાં આ નવી પદ્ધતિથી ખાતર વિતરણ વ્યવસ્થા અમલમાં મુકાશે. વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર નામની ડિજિટલ વ્યવસ્થા ભારત સરકારે અમલમાં મૂકી છે. આ એપ google playstore પરથી એન્ડ્રોઈડ મોબાઈલ મારફત ડાઉનલોડ કરી શકાશે. આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખાતરનું એડવાન્સ બાકિંગ કરાવી શકશે. એપ્લિકેશનથી ખાતરનો જથ્થો બુક કર્યાના બે દિવસમાં ખેડૂતે જથ્થો વિક્રેતા પાસેથી ખરીદ કરી મેળવી લેવાનો રહેશે, જો બે દિવસમાં ખાતર નહીં મેળવવામાં આવે તો આપોઆપ બાકિંગ રદ થઇ જશે અને ફરીથી બાકિંગ કરવાનું રહેશે. આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા વિક્રેતા પાસે કયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાકિંગ કરેલું હોવાથી દુકાને જઈને તરત જ ખાતર મેળવી શકાશે. આ નવી પદ્ધતિ લાવવાનો સરકારનો હેતુ ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ખાતર મળી રહે, ઉપરાંત રાસાયણિક ખાતરની કાળાબજારી તથા ખાતર સાથે અન્ય ખાતરો ફરજિયાત આપવા પર રોક લાગશે.

Panchang

dd