ગાંધીધામ, તા. 22 : કચ્છના ભાંજડો ડુંગર ઉપર યૂથ
હોસ્ટેલ એસોસીએશન ઓફ ઇન્ડિયાના જિલ્લા યુનિટ દ્વારા ટ્રાકિંગનું આયોજન કરવામાં આવ્યું
હતું. અહીં 8.66 કિલોમીટરના ટ્રેકનાં આયોજન
પહેલાં કમિટીના સભ્યોએ નિરીક્ષણ કર્યું હતું અને ત્યાર પછી ટ્રાકિંગનો પ્રારંભ કરવામાં
આવ્યો હતો. કચ્છનાં રણમાં મીઠાંની સફેદ ચાદર
છવાયેલી જોઈને સભ્યો અનોખી અનુભૂતિ થઈ હતી. કમિટી દ્વારા થયેલું આયોજન સભ્યએ બિરદાવ્યું
હતું. સભ્યોએ સફેદ રણમાં કિચડ ઉપર ચાલીને છ કિ.મી.નો ટ્રેક પૂર્ણ કરીને ભાંજડા ડુંગર
ઉપર પહોંચી ભાંજડા દાદાનાં દર્શન કર્યાં હતાં. યૂથ હોસ્ટેલ એસોસીએશન દ્વારા લોકો અને
ખાસ કરીને બાળકો કુદરતની નજીક જાય તેવા પ્રયાસ સાથે આ આયોજન કરાયું હતું. આવી ટ્રાકિંગની
પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કચ્છ યુનિટના પાર્થ સોરઠિયા, સુરેશભાઈ અમૃતિયા અને કિશોર ટાંક આયોજનમાં સહયોગી
બન્યા હતા.