ગાંધીધામ,તા.15 : અહીંની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ
કોલેજ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઈન્ડસ્ટ્રીઝ ની એક મંચ હાજરી સાથે કોલેજના ગણિત વિભાગ ધ્વારા ઈન્ફીટી-2026:અ સેલીબ્રીશેન ઓફ એકસલેન્સ કાર્યક્રમ યોજાયો હતો. આઈ.આઈ.ટી ગૌહાટી
અને ગાંધીનગરરમાં પ્રવેશ મળતા શૈક્ષણિક,સંશોધનાત્મક તથા સહશૈક્ષણિક ક્ષેત્રે પ્રાપ્ત થયેલી ઉત્કૃષ્ટ સિધ્ધીઓને સન્માનિત કરવાના ઉદેશ સાથે આયોજીત આ કાર્યક્રમના પ્રારંભમાં ગણિત વિભાગના ડો.રાજેશ
ઠકકરે ઉદબોધન આપ્યુ હતું. આ પ્રસંગે મુખ્ય અતિથી ગાંધીધામ કોલેજીએટ બોર્ડના મુખ્ય વહીવટી
અધિકારી રાજેન્દ્ર આસવાણી, ગાંધીધામ ચેમ્બરના મંત્રી મહેશ તિથાર્ણી,તોલાણી મેનેજમેન્ટ
ઈન્સ્ટીટયૂટ ના ડાયરેકટર ડો.સંપદા કાપસે સહિતના
ઉપસ્થિત રહયા હતા. આઈ.આઈ.ટી જેમ ની પરીક્ષા પાસ કરી સિધ્ધી મેળવનારા જૈનમ લોડાયા,કાવ્ય સોની તેમજ જીસેટની પરીક્ષામાં ઉતીર્ણ થનાર વૈષ્ણવી માંડલીયા,રિશિતા ઝાલાનુ વિશેષ સન્માન કરાયુ હતું. કચ્છ યુનીવસીર્ટીમાં સુર્વણ ચંદ્રક હાંસલ
મેળવવાથી આઈ.આઈ.ટી ગાંધીનગર સુધી પહોંચનારા તેમજ પ્રાઈમ મિનીસ્ટ રીસર્ચ ફેલોશીપ પ્રાપ્ત કરવા સાથે ફિનલેન્ડમાં પોસ્ટ ડોકટરલ ફેલોશિપ
માટે પસંદ થનાર ચાંદની ઠકકરે પોતાની સફરની વાત કરી છાત્રોને પ્રેરણા આપી હતી. ગાંધીધામ કોલેજીએટ બોર્ડના રાજેન્દ્ર આસવાણીએ કહયુ હતુ
કે સતત શિખવાની વૃતિને સફળ કારકિર્દીનો પાયો છે. જ્ઞાનના નવા ક્ષેત્રોમાં સતત આગળ વધવા
તેમણે સૌને અનુરોધ કર્યો હતો. ચેમ્બરના મંત્રી અને તોલાણી કોલેજીએટ બોર્ડના પૂર્વ વિદ્યાર્થી
મહેશભાઈ તિર્થાણીએ ચેમ્બરની સ્થાપના,કાર્યપધ્ધતિ,ઉદ્યોગજગત
માટેની ભુમિકા વિગેરે મુદા ઉપર તેમણે માહિતી આપી હતી. માત્ર પુસ્તકીય જ્ઞાન થી નહીં પરંતુ પ્રેકિટકલ અને
ગ્રાઉન્ડ લેવલના અનુભવથી જ કારકિર્દી વધુ મજબૂત
બને છે.વધુમાં તેમણે કચ્છની વિકાસ ગાથા અને ભાવિ તકો વિગેરે મુદે ઉપર પ્રકાશ પાડયો
હતો.કોલેજના આચાર્ય ડો. સુશીલકુમાર ધર્માણીએ કહયુ હતુ કે સંસ્થાના શિક્ષકો,મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓની સતત
મહેનતના પરીણામે તોલાણી કોલેજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ ઉભી કરી છે. તોલાણી મેનેજમેન્ટના
ડાયરેકટર ડો.સંપદા કાપસેએ જણાવ્યુ હતુ
કે મોટા સપના જોવાની હિંમત,સતત મહેનત અને પોતાની ક્ષમતામાં
અડગ વિશ્વાસ-સફળતાના આ ત્રણ આધારસ્તંભ દરેક યુવાનોએ જીવનમાં અપનાવવા જોઈએ. ઉપસ્થિત
મહેમાનોના હસ્તે વિવિધક્ષેત્રમાં સિધ્ધીહાંસલ કરનાર છાત્રોનુ અભિવાદન કરાયુ હતું.સંચાલન
ડો.મિતેષ પટેલ,ડો.અંજલિ શ્રીવાસ્તવ,વિદ્યાર્થી
બાલમુંકુંદ ઝા,રાજવી પટેલએ કર્યું હતું.