• બુધવાર, 15 જુલાઈ, 2026

શૂટર્સ સ્પર્ધામાં ભુજની યુવતી સહિતના સ્પર્ધકોએ મેદાન માર્યું

ભુજ, તા. 14 : અમદાવાદ ખાતે યોજાયેલી 62મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં યશદેવ સ્પોર્ટસ એન્ડ શૂટિંગ એસોસીએશનના છ શૂટર્સે ભાગ લીધો હતો, જેમાંથી ચાર શૂટર્સ પ્રિ-નેશનલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા હતા. ભુજના સેજલબા સિદ્ધરાજસિંહ જાડેજાએ 25 મીટર સ્પોર્ટસ પિસ્તોલ મહિલા વ્યક્તિગત ઇવેન્ટમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે વાહીદ મજીદ સમેજાએ 50 મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં જુનિયર યૂથ અને સબ યૂથ કેટેગરીમાં 3 મેડલ (એક ગોલ્ડ ને બે સિલ્વર) જીતી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હતી. ઉપરાંત દીપ થાનકી અને પુનિતસિંહ પરમારએ મિનિમમ ક્વોલિફિકેશન સ્કોર હાંસલ કરીને  પ્રિ-નેશનલ ચેમ્પિયનશિપ માટે સ્થાન મેળવ્યું હતું. સિદ્ધિ પાછળ કોચ સિદ્ધરાજસિંહ જાડેજાનું માર્ગદર્શન અને તાલીમનો ફાળો રહ્યો હતો. યશદેવ સ્પોર્ટસ એન્ડ શૂટિંગ એસો. પરિવારે ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. 

Panchang

dd