ગાંધીધામ, તા. 15 : અહીંની સંસ્થા નૃત્ય અકાદમી દ્વારા તાજેતરમાં નૃત્ય મલ્લિકા
આરંગેત્રમ્નું આયોજન કરાયું હતું. કઠિન સાધના પૂર્ણ કરીને સાત નૃત્યાંગનાએ પ્રેક્ષકો
સમક્ષ રજૂઆત કરી હતી. સંસ્થાના ડાયરેક્ટર ધારા મયૂર શાહનાં માર્ગદર્શન હેઠળ સાત દીકરીઓએ
વર્ષોની સાધના બાદ રંગમંચની પ્રસ્તુતિ આપી હતી. ભારત દેશની તમામ શાત્રીય શૈલીમાં પ્રાચીન
એવી ભરતનાટ્યમ નૃત્યની તાલીમ સાતથી 10 વર્ષ સુધીની હોય છે. અનન્યા પાનીકર, ધન્વી સાઈ નાધર, અનન્યા
શર્મા, શ્રેયા મહેતા, ધ્રુવી પટેલ,
બાની ઠક્કર, સિમોન સિંઘે સ્નાતકની ઉપાધિ આરંગેત્રમ્
બાદ પ્રાપ્ત કરી હતી. આરંગેત્રમ્માં પુષ્પાંજલિ, કૌત્વમ્,
અલારિપ્પુ, જાતિસ્વરમ્, શબ્દમ્,
વર્ણમ્, કીર્તનમ્, જાવલી,
હનુમાન ચાલીસા નવરસની પ્રસ્તુતિ, તિલાના તથા મંગલમ
સતત 1.5 કલાકની સળંગ પ્રસ્તુતિ કરી
પ્રેક્ષકોની દાદ મેળવી હતી. અભિનયની કુશળ સમજણની પરખ રામાયણની કથા પ્રસ્તુત કરાઈ હતી.
આમ, તમ તથા લયના અદ્ભુત સંગમ સાથેની પૃથ્વીની,
હનુમાન ચાલીસાની પ્રસ્તુતિમાં રામાયણની ઝાંખી સાથે નવ રસના દર્શન કરાવ્યાં
હતાં. સંગીતકારની લાઈવ ઓરકેસ્ટ્રામાં વોકાલિસ્ટમાં ડો. સૌમ્યાબેન, વાયોલિનમાં પૂર્ણિમા તથા મૃદંગમ્ પર દર્શનાબેન તથા કનકમંડીએ સંગત આપી આ સમગ્ર
રજૂઆતને તાલ તથા લયમાં બનાવી દીધી હતી. ડો. શિલ્પાબેન શુક્લા ભટ્ટ, અશોક દરિયાની, લલિત મિશ્રા,માલતી
ગાવિંદ રાજ, અતુલ શુક્લાએ ઉપસ્થિત રહીને બાળકોને બિરદાવ્યા હતા.
ભારતીય નૃત્ય શૈલીની સાધના માત્ર નૃત્ય વારસાને નહીં સાથે ક્ષમતા, ધીરજ, ધ્યાન, સાચા સમયે સાચી નિર્ણય
ક્ષમતા, મનોબળ વધારવાનું પણ શીખવે છે તેવો ભાવ કાર્યક્રમ દરમ્યાન
વ્યકત કરાયો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળની આંધળી દોટમાંથી યુવા પેઢી સાચા રસ્તા પર
ચાલતાં શીખે એ જ સંસ્થાનું ધ્યેય છે. પોતાનાં બાળકોને ભારતીય પરંપરાથી જોડીને રાખ્યા
તે બદલ આ નૃત્ય મલ્લિકાના પરિવારો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરાઈ હતી. અનિલકુમાર
પાનીકર, સત્યદેવ શર્મા, કમલેશ વારીસાણુ,
પૂર્ણેશભાઈ પટેલ, સતીશરાજ નાધર, કાર્તિક મહેતા, યોગેન્દ્રભાઈ સુથાર તથા મયૂર શાહ આયોજનમાં
સહયોગી બન્યા હતા. માર્ગમ્ સંસ્થા દ્વારા ભારતીય કલાના વારસાને આગાળ લઇ જવા કટિબદ્ધ
હોવાની લાગણી વ્યકત કરાઈ હતી.