• બુધવાર, 15 જુલાઈ, 2026

બીજી વન-ડેમાં વિન્ડિઝ વિરુદ્ધ કિવીઝનો પાંચ વિકેટે વિજય

પ્રોવિડન્સ, તા. 14 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની બીજી વન ડે મેચમાં પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડનો 104 દડા બાકી રહેતા પ વિકેટે સરળ વિજય થયો હતો. આથી પાંચ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પ્રથમ દાવ લેનાર વિન્ડિઝ ટીમ 36 ઓવરમાં 138 રનમાં ડૂલ થઈ ગઈ હતી. જેમાં જોન કેમ્પબેલના 43 અને આમિર જાંગુના 24 રન મુખ્ય હતા. કિવિઝ નવોદિત સ્પિનર જાયડન લિનોકસે પ વિકેટ ઝડપી હતી. બ્રેસવેલ-સેંટનરે 2-2 વિકેટ લીધી હતી. આ પછી ન્યુઝીલેન્ડે પ વિકેટ ગુમાવીને 32.4 ઓવરમાં વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટોમ લાથમ 37 અને માઇકલ બ્રેસવેલ 24 રને નોટઆઉટ રહ્યા હતા. મિચેલ અને યંગે 28-28 રન બનાવ્યા હતા. 

Panchang

dd