ભુજ, તા. 29 : કચ્છ ક્રોપ સર્વિસીસ પ્રા. લિ. દ્વારા માંડવીમાં
આયોજિત ખારેક ઉત્સવમાં ભારત અને વિદેશમાં ટિશ્યૂ કલ્ચરથી વાવવામાં આવતી ખારેકના
છોડ અને તેની વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ અંગે સંકલ્પ લેવાયો
હતો. ખારેક અને બાગાયત પાકોમાં સરકાર દ્વારા મળતી સહાય યોજનાની માહિતી આપતાં
બાગાયત ખાતાના ડેપ્યૂટી ડાયરેકટર મનદીપ પરસાનિયા સાથે ડો. હિતેશ નકુમે ખારેકમાં
ટિશ્યૂ કલ્ચરના પ્રયોગો, તકનીકી માહિતી ઉપરાંત ખેતી
પદ્ધતિ અને રોગ-જીવાત અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. કચ્છ ક્રોપ
સર્વિસીસના ડિરેકટર સંજીવ મંત્રી, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના
ડાયરેકટર રાજેન્દ્ર શાહ, સીઈઓ પરિણીતા ગોહિલ, માર્કે. મેનેજર આશિષ શર્મા, જનરલ મેનેજર ખુશાલ
ભાનાણી, રાણાજી સોઢા, ખેડૂત ગણેશભાઈ
ચૌધરી, મોહન કરશન વાસાણી, પ્રેમચંદ જૈન,
રંજન કે. શ્રોફ, દીપેશ શ્રોફ, પ્રીતિબેન ડી. શ્રોફ પ્રસંગે હાજર રહ્યા હતા તેવું મૌલિક ગોરની યાદીમાં
જણાવાયું હતું. કચ્છ ઉપરાંત સાબરકાંઠા, રાધનપુર, રાજસ્થાનથી ભાગ લેનાર ખેડૂતો પૈકી બે શ્રેષ્ઠને સ્મૃતિચિહ્નો એનાયત કરાયા
હતા. સંચાલન જયેશ શાહ, વ્યવસ્થા હિતેન્દ્રસિંહ જાડેજાની ટીમે
સંભાળી હતી.