ભુજ, તા. 29 : બાળકોની શિક્ષણયાત્રાને સરળ બનાવવા નમ્રમુનિ
મહારાજની પ્રેરણાથી સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ શાહ અને રિકાબેન શાહના
સહયોગે મનુભાઈના 82મા જન્મદિન નિમિત્તે 8200થી
વધુ બાળકોને સાઈકલ અર્પણ કરાઈ હતી. કચ્છ, ચેન્નઈ,
કોલકાત્તા, મુંબઈ વગેરે અનેક ક્ષેત્રોમાં
યોજાયેલા બાઈસિકલ અર્પણના ઉત્સવે હજારો બાળકોનાં જીવનમાં ઉમંગનો સંચાર કર્યે હતો.
અમેરિકાથી લાઈવના માધ્યમે ઉપસ્થિત રહીને શ્રી શાહે બાઈસિકલને સૌથી ઓફિસિયન્ટ
વ્હીકલ તરીકે ઓળખાવીને જણાવ્યું હતું કે,
સાઈકલ દ્વારા હજારો બાળકોનો સમય બચશે અને તેઓ સરળતાથી શાળાએ પહોંચી
શકશે. અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પેડલ ટુ પ્રોગ્રેસ અંતર્ગત સરકારી પ્રા.
શાળાઓમાં અભ્યાસ કરતા 320 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને, ભુજમાં કચ્છના લાભાર્થીઓને સાઈકલ વિતરણ કરાઈ હતી. આર.ડી. વરસાણી સ્કૂલ
ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અતિથિવિશેષ તરીકે નગરપાલિકાના મેયર શીતલભાઈ
શાહ, સ્ટેટ આઈ.બી.ના એસ.પી. અધિકારી અંશુલ જૈનના હસ્તે
વિદ્યાર્થીઓને સાઈકલો અર્પણ કરાઈ હતી. અર્હમ યુવા સેવા ગ્રુપ અને શાળાના આચાર્ય,
શિક્ષકોએ આયોજન તેમજ વ્યવસ્થા સંભાળી હતી. પરમ ગુરુદેવના આશીર્વચનો
સાથે સાઈકલ પર સવાર થઈ બાળકોના ચહેરા ખીલી ઊઠશે તેવો સંદેશ આપ્યો હતો.