ગાંધીધામ, તા.29 : શહેરના ગાંધીધામ-આદિપુરને
જોડતા ટાગોર રોડની અંદાજીત 26 કરોડના ખર્ચે રીસરફેસીંગનુ
કામ હાથ ધરાયુ હતું. દરમ્યાન આ માર્ગ ઉપર અમુક જગ્યાએ ડામરનુ કામ ન થયુ હોવાના કારણે
અકસ્માતની ભીતી સેવાઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ ધ્વારા અંદાજીત 7.40 કિલોમીટરના રસ્તાનેનુ મજબૂતકરણની દિશામાં ગતિવિધી હાથ
ધરાઈ છે. આ માટે 26 કરોડનો ખર્ચ કરવામાં
આવશે. આ પ્રકલ્પમાં રોડની બાજુમાં સૌદર્યકરણ કરવા પણ સમાવેશ કરાયો છે.લાંબા સમયથી આ
માર્ગ રીસરફેસીંગનુ કામ હાથ ધરાયુ છે. આ પ્રકલ્પ તળે કામગીરી પણ હાથ ધરાઈ હતી. અલબત
આદિપુર થી ગાંધીધામ તરફ જતા માર્ગ ઉપર પૂર્વકચ્છ પોલીસવડાની કચેરી પાસે એક જ પટ્ટીમાં
ડામર કરવામાં આવ્યો છે.બીજી બાજુ ડામર ન કરવામાં આવતા માર્ગ સમથળ ન હોવાના કારણે વાહન
ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.અધુરા ડામર કામના કારણે રાત્રિના સમયે ખાસ કરીને અકસ્માતની
શકયતા વધી જાય છે. તેમજ દ્રિ-ચક્રિય વાહનો એક બાજુથી બીજી બાજુ જયા ત્યારે વાહન
સ્લીપ થવાની દહેશત પણ વાહન ચાલકોને વ્યકત કરી હતી. નોંધપાત્ર છે કે તંત્ર ધ્વારા ડામર
ન હોવાના કારણે કામ અધુરુ મુકી દીધુ હોવાનુ
સંબંધિતોએ જણાવ્યુ હતું.અબલત તંત્ર ધ્વારા અધુરા કામ અંગે વાહન ચાલકોની સાવચેતી
માટે કોઈ પણ પ્રકારના દિશાસૂચક બોર્ડ મુકવામાં આવ્યા ન નથી.પરીણામે આ સ્થિતિમાં આગામી
દિવસોમાં અકસ્માત થવાની ભીતી સ્થાનિક નાગરીકોએ
વ્યકત કરી હતી. તેમજ આ પ્રકલ્પની કામની ગુણવતા સામે લોકો સવાલો ઉઠાવ્યા હતા.