• શનિવાર, 27 જૂન, 2026

કચ્છી ભાષાના પ્રચાર માટે હરિદ્વારમાં કચ્છીમાં ભાગવત કથા

ભુજ, તા. 26 : અહીંની જીવદયા ક્ષેત્રે કાર્યરત દેવલ મા સત્સંગ સમિતિ દ્વારા આગામી તા. 24/3/2027થી તા. 30/3/2027 સુધી હરિદાસજી મહારાજની હાજરીમાં કચ્છી લાલ રામેશ્વર આશ્રમ હરિદ્વાર ખાતે કચ્છના કથાકાર કશ્યપ જોશીના વ્યાસાસને કચ્છી ભાષાના પ્રચાર-પ્રસારાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું કચ્છી ભાષામાં વાંચન કરાશે. દેવલ મા સમિતિના સ્થાપક અરવિંદ લક્ષ્મીદાસ અજાણી અને મૂળ ભીટારાના હાલે જામનગર નિવાસી કલ્પેશ મણિલાલ મોતાના મુખ્ય યજમાન પદે આયોજિત કચ્છી ભાષામાં ભાગવત કથામાં મોટી સંખ્યામાં કચ્છ અને બૃહદ કચ્છથી શ્રોતાજનો જોડાશે. અખબાર કચ્છમિત્ર 80મા વર્ષમાં પ્રવેશના પર્વની ઉજવણીની યાદગીરી રૂપે દેવલ મા સમિતિ દ્વારા કચ્છમિત્ર અખબારનો પ્રચાર-પ્રસારનો સહયોગ લેવાનું નક્કી કરાયું છે. કથા દરમિયાન કચ્છી મુશાયરાનું આયોજન કરાશે. સંસ્થા દ્વારા તાજેતરમાં કથાના વક્તા કશ્યપ જોશીના નાની ખાખર સ્થિત ગુરુકુળ ખાતે મુખ્ય યજમાન ઇન્દિરાબેન અરવિંદ ગોર ઉપરાંત સંસ્થાના કાયમી દાતા સભીબેન હરિભાઇ જાટિયા, દીપ્તિબેન દિલીપ ગોર, રંજબેન મુકેશ ગોર, જયદીપ ભરતદાન ગઢવી, સમિતિના જયેશ જોશી, નરેન્દ્ર મોતા, કિરીટ વ્યાસ, રાજેશ ભટ્ટ, નવીન મોતા, રામજીભાઇ સહિતની ઉપસ્થિતિમાં કથાનું નાળિયેર અપાયું હતું. દેવલ મા સમિતિ દ્વારા કચ્છી ભાષામાં ભાગવત પરાયણનું પ્રથમ આયોજન છે, જ્યારે સંસ્થા દ્વારા આ 13મી ભાગવતનું આયોજન રહેશે, તેવું સમિતિના વસંત અજાણીએ જણાવ્યું હતું. 

Panchang

dd