ગાંધીધામ, તા. 12 : ગાંધીધામની થિયેટર ઈન સંસ્થા
દ્વારા આદિપુરમાં હાસ્ય લેખક કાકા હાથરસી લિખિત નાટક (ફ્રી સ્ટાઇલ ગવાહી)નું મંચન કરાયું હતું.
સંસ્થાના ડાયરેક્ટર નરેશચંદ્ર પાંડે દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતુ. નવોદિત ઉભરતા
કલાકારોએ પણ ભાગ લીધો હતો, જેમાં નરેશચંદ્ર
પાંડે, પ્રમોદ શર્મા, મમતા ચક્રવર્તી,
જીવરામ નાગડા, નીલેશ જોષી, નંદિની પાઠક, લાવણ્ય શર્મા, યુવાન
શંકર શર્મા, અભિષેક પાંડે, પાર્થ ચક્રવર્તી
વિગેરેએ ભાગ લીધો હતો. રાજેશાસિંહ,
રસિક ઠક્કર, જનાર્દન અર્જુન વિગેરે આયોજનમાં સહયોગી
બન્યા હતા. ઉભરતા કલાકારોને આ સંસ્થામાં જોડાવા વિનોદ સી. દવે, મૌલિક સોનપાર અને અન્ય દર્શકોએ અનુરોધ કર્યો હતો. આ સંસ્થા દ્વારા રંગમંચને
જીવંત રાખવા પ્રયત્નો ચાલુ રાખ્યા છે, લોકોને ઈન્ટરનેટ,
વીડિયો કે અન્ય માધ્યમો દ્વારા મનોરંજન તો મળે છે, પરંતુ જે આપણી ઐતિહાસિક જૂની પરંપરા છે, તે જાળવી રાખવા
માટે આ સંસ્થાના આયોજકો દ્વારા સમયાંતરે જાહેર નાટકો રજૂ કરીને લોકોને મનોરંજન સાથે
અભિનયના પાઠ શીખવવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે, જે લોકોને નાટયકાર
કે રંગમંચ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવી કે માર્ગદર્શન માટે સંસ્થાના ડાયરેક્ટર મો.
94272 21395નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક હાસ્ય રસિક નાટક ફ્રી સ્ટાઇલ ગવાહીનો આનંદ માણ્યો હતો.