• શુક્રવાર, 19 જૂન, 2026

અંજાર સરકારી હાઈસ્કૂલમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

અંજાર, તા. 12 : અંજારની શેઠ ડી.વી. સરકારી હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરીને જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું  રાજ્યમંત્રી ત્રિકમભાઈ છંગાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે તેજસ્વી તારલા ક્રાંતિ સર્જીને ઉજ્જ્વળ ભારતના ભવિષ્યમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરીને ત્રણ નવી કોલેજ મળી છે જેના થકી વિદ્યાર્થીઓની શિક્ષણભૂખ સંતોષાશે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 તેમજ ધોરણ 12માં ઉચ્ચ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદોને મેડિકલ કિટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ પરેશભાઈ, કારોબારી ચેરમેન પ્રકાશ લોડાયા, આશિષભાઈ, હિતેન વ્યાસ, સુરેશ ટાંક, વૈભવ કોડરાણી, દિનેશ ગોસ્વામી, ડેની શાહ, અશ્વિન સોરઠિયા, ગિરીશ પરમાર તેમજ ટ્રસ્ટના પ્રમુખ સોનલબેન મહેતા, તેજસ મહેતા, આચાર્ય જયેશ પીપળિયા સહિત દાતાઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd