ભુજ, તા. 17 : જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન
(જિતો) ભુજની લેડીઝ વિંગ દ્વારા સ્ત્રીઓ પોતાનાં કૌશલ્યનો વિકાસ કરી શકે અને આર્થિક
રીતે સશક્ત બની શકે તે હેતુથી આત્મનિર્ભર વર્ટીકલ અંતર્ગત ત્રિદિવસીય જ્વેલરી માકિંગ
વર્કશોપ યોજાયો હતો. ચેરપર્સન રેશમાબેન ઝવેરી, સેક્રેટરી દીપાલી શાહ, વાઈસ ચેરપર્સન મિત્તલ શાહના નેતૃત્વ હેઠળ આયોજિત આ વર્કશોપનું ઉદ્ઘાટન વડોદરા
જિતો મહિલા પાંખના ફાઉન્ડર મેમ્બર બિજલબેન શાહ તથા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ
ઓફ ઈંગ્લિશના હેડ પ્રોફેસર કાશ્મીરા મહેતા દ્વારા કરાયું હતું. સ્ત્રી ત્યારે જ સક્ષમ બનશે, જ્યારે કોઈ સ્કિલ ડેવલપ કરશે. આ વર્કશોપથી બહેનોને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં
નવી દીશા મળશે. તેવું જણાવ્યું હતું. આ વર્કશોપમાં જોડાયેલી મહિલાઓએ પોતાના વિચારો
વ્યક્ત કરતા કહ્યું હતું કે, જ્વેલરી- એસેસરીઝ માકિંગને લગતી
ઘણી બાબતો એમને શીખવા મળી જે એમને આ કલાને વ્યવસાય તરીકે અપનાવવામાં ચોક્કસથી મદદરૂપ
બની રહેશે. વર્ષોથી જ્વેલરી માકિંગના વ્યવસાય સાથે સંકળાયેલાં જીવતીબેન શાહે તાલીમ
પૂરી પાડી હતી. તમામ બહેનોને જરૂરી વસ્તુઓની કિટ પૂરી પડાઇ હતી. સાથે જ્વેલરીનું એક્ઝિબિશન
પણ રાખવામાં આવ્યું હતું. કન્વીનર ચંદન મોરબિયા, નેહલ શાહ, દીપા શાહ, પલ્લવી
શાહ, પ્રીતિબેન છેડા, કિંજલ શાહ,
રચનાબેન શાહ, પાયલ શાહ તથા રૂપાબેન શાહે જહેમત
ઉઠાવી હતી. ભવિષ્યમાં પણ સ્ત્રીઓને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થાય તેવા કાર્યક્રમ કરવા
માટે જિતો ભુજ લેડીઝ વીંગે પ્રતિધતા વ્યક્ત કરી હતી.