• શુક્રવાર, 19 જૂન, 2026

માનશો કે મગર દોડી પણ શકે છે !

ભુજ, તા. 18 : વન્ય જીવન વિસ્મયોથી ભરપૂર છે અને તેમાં પણ જળચર જીવોની સૃષ્ટિ પણ અદ્ભુત, અનોખી છે. આપણે મગરને સામાન્ય રીતે ધીમે ધીમે સરકતા જોયા હશે પરંતુ મગર પણ દોડી શકે છે... વનતંત્ર, વૈજ્ઞાનિકોને પણ અચરજમાં મુકી દે તેવી આ હકીકત કચ્છમાંથી જાણવા મળી છે. મગર સંશોધન, સંરક્ષણ અને શિક્ષણ માટે સક્રિયપણે કામ કરતી કચ્છની ભુજસ્થિત સંસ્થા મહિમ પાંધી વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશનના ડાયરેકટર અને વિચારશીલ યુવાન દક્ષ પાંધી અને વલસાડ સ્થિત ફાઉન્ડેશનના મુખ્ય વૈજ્ઞાનિક બિન્કી દેસાઈએ મગરની લાક્ષણિકતા પર ખાસ પેપર લખ્યું હતું. આ અવલોકન ફેબ્રુઆરી-2021માં કચ્છના ચાડવા રખાલ પાસે કરાયું હતું. સર્વે દરમ્યાન ઉપયોગમાં લેવાયેલા ડ્રોન કેમેરાને જોતાં જ ડરી ગયો હશે કે તરત મગરે પાણીમાં દોટ મુકી હતી. બ્રિટીશ હર્પેટોલોજીકલ સોસાયટીના ત્રિમાસિક પીઅર-રીવ્યૂ જર્નલમાં આ અદ્ભુત શોધ પ્રકાશિત થઈ હતી. કચ્છના યુવા સંશોધક દક્ષ પાંધી અને બિન્કી દેસાઈમાં આ સંશોધન મુજબ મગર કલાકના 20 કિલોમીટરની ગતી સાથે છોડી શકે છે. મહિમ પાંધી વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશનના સંશોધકોએ કરી આપેલી આ શોધો વન્ય જીવન જગત અને વૈજ્ઞાનિક સમુદાયને પ્રભાવિત કરી દીધો છે. ફેબ્રુઆરી-2021માં ગુજરાત રાજ્ય વન વિભાગની મદદથી ટીમે કરેલી ગણતરી મુજબ કચ્છના 113 સ્થળો પર સીધા 408 મગર જોવા મળ્યા હતા. કચ્છમાં જો કે અંદાજિત એક હજાર મગર હોવાનું જાણવા મળ્યું હતું. 

Panchang

dd