વિરાણિયા, (તા.
મુંદરા), 18 : `વૃક્ષોનું
મહત્ત્વ આપણે પહેલાં કરતાં વધુ સમજ્યા છીએ, સ્થિતિ બદલી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `સબકા સાથ સબકા વિકાસ'ના મંત્ર સાથે હવે આપણે `સબકા પ્રયાસ'ને જોડાવાનું છે અને નવી પેઢી, સમાજ દેશ માટે પરિણામલક્ષી કાર્ય તરફ આગળ નીકળવાનું છે.' એમ પ્રદેશ સંગઠન મહામંત્રી ડો. રત્નાકરજીએ અહીં યોજાયેલા
કાર્યક્રમમાં શીખ આપી હતી. `એક પેડ મા કે નામ'ના સૂત્રને ચરિતાર્થ કરતાં વિરાણિયામાં તાલુકા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારનાં
સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણતા
પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હવાઈ માર્ગે મુંદરાથી સીધા વિરાણિયા ગામે ઉપસ્થિત રહીને
વૃક્ષારોપણ બાદ કરેલા સંબોધનમાં તેમણે કહ્યું કે,
પર્યાવરણ જતન એ દેશ સામેની ચિંતા છે. નવી પેઢીને પ્રેરણા મળે કે તેમણે
એ પછીની પેઢી માટે વૃક્ષો વાવવાનાં છે એ માટે બધાનો પ્રયાસ જોઈશે. આ પહેલાં,
મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજાએ સ્વાગત વકતવ્યમાં વિરાણિયા
ગામમાં અગાઉનાં વન નિર્માણ સહિતના કાર્યોની વિગત આપતાં કહ્યું કે, ગામમાં 19,000થી વધુ વૃક્ષ
સાથેના વનનું નિર્માણ કર્યું છે. બીજા તબક્કામાં વન વિભાગ, ગ્રામ પંચાયત સાથે મળીને કેન્દ્રમાં ભારત સરકારનાં
12 વર્ષ પૂર્ણતા પ્રસંગે પાંચ
એકર વિસ્તારમાં વધુ 15,000 વૃક્ષ
સાથેનાં `નમો વન'
નિર્માણનો આજના વૃક્ષારોપણ સાથે આરંભ થઇ રહ્યો છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ
મહામંત્રી અને માંડવી વિધાનસભા વિસ્તાર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ પ્રભારી ફલજીભાઈ
ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોલ, ભીમજી જોધાણી, મુંદરા
બારોઇ નગરપાલિકા પ્રમુખ ભોજરાજ ગઢવી અને હોદ્દેદારો, મુંદરા શહેર પ્રભારી અમૂલ દેઢિયા,
જિલ્લા પંચાયત સદસ્યો, રણજીતાસિંહ જાડેજા,
તલકશી ફફલ, મુંદરા તા.પં. ઉપપ્રમુખ હમીર રબારી,
કા. ચેરમેન ગાંગાભાઇ ચાવડા, મુંદરા એપીએમસી ચેરમેન
મહેન્દ્રાસિંહ જાડેજા `જામ', મુંદરા સુધરાઈના પૂર્વ પ્રમુખો કિશોરાસિંહ
પરમાર, રચનાબેન પ્રણવ
જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે આભારવિધિ કરતાં મુંદરા શહેર ભાજપ પ્રમુખ
અરાવિંદ પટેલે વૃક્ષારોપણ માટે સફળ ઝુંબેશ ચલાવાશે, એવી ખાતરી
ઉચ્ચારી હતી. કાર્યક્રમનું સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી જિજ્ઞેશ હુંબલે કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુંદરા તા. ભાજપ, શહેર ભાજપના હોદ્દેદારો,
કાર્યકરો, તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,
વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
- લોકપ્રશ્નોના
ઉકેલ માટે ભાજપનું વ્યાપક જનસંપર્ક અભિયાન : મહામંત્રી શ્રી દવે : વિરાણિયા
(તા. મુંદરા), તા. 18 : `લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા
માટે જનસંપર્ક અભિયાન દરમિયાન દરેકને મળવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો અને સંગઠનના કાર્યકર્તાઓ પ્રવાસ કરી રહ્યા છે.' એમ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએઁ અહીં જણાવ્યું હતું. વિરાણિયા
કાર્યક્રમ દરમ્યાન કચ્છમિત્ર સાથેની અલગ વાતચીતમાં તેમને પુછાયું કે, `સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, પંચાયતોમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો,
હવે લોકપ્રશ્નોના ઉકેલ માટે શું આયોજન ?' આ સવાલ પર ભાજપ પ્રદેશ મહામંત્રીએ
કહ્યું કે, `વ્યાપક જનસંપર્ક
અભિયાન ચાલી રહ્યું છે.' આ ઉપરાંત ભાજપ
સંગઠનની મજબૂતી માટેના એક સવાલના જવાબમાં પણ તેમણે કહ્યું કે, `સંગઠનને મજબૂત કરવા માટે સમગ્ર ભારત વર્ષમાં
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન ચાલી રહ્યું છે અને તે પૈકી કચ્છ જિલ્લામાં
પણ 22 જૂનથી 10 જુલાઈ દરમિયાન વિવિધ સ્થળોએ
આયોજન કરાયું છે. - પ્રદેશ ભાજપ મહામંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
થયું : ભુજ, તા. 18 : પ્રદેશ ભાજપ
મહામંત્રી રત્નાકરજી આજે 12 વર્ષના સુશાસન
ઉજવણી સહિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સ્મૃતિવનની મુલાકાત લઇ ભૂકંપ પછી કચ્છમાં
થયેલા આમૂલ વિકાસનો પરિચય કર્યો હતો અને પર્યાવરણ જતનની દિશામાં સંકલ્પિત બનીને સ્મૃતિવન
ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશિષ્ઠ વ્યક્તિ સંપર્ક અભિયાન અંતર્ગત
પક્ષના વરિષ્ઠ આગેવાન અને ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ
સોમપુરાના ઘરે પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનોએ ભોજન લીધું હતું. ત્યારબાદ સર્વે આગેવાનોએ
કચ્છ યુનિવર્સિટી ખાતે નવનિર્મિત અત્યાધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયોના ઉદઘાટન સમારોહમાં
પણ હાજરી આપી હતી. આ અવસરે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું
કે નરેન્દ મોદીના નેતૃત્વમાં ભારતે આજે સાચા અર્થમાં વિકાસની હરણફાળ ભરી છે. જિલ્લા
ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કહ્યું હતું કે આજે ભારતના યુવાનો વિકાસ અને રોજગારની
નવી તકોની સાથોસાથ રાષ્ટ્રવાદ અને સેવાની વાતો કરતા થઈ ગયા છે. કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ
ચાવડાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો કચ્છ પ્રત્યેનો પ્રેમ હંમેશા અતૂટ અને અવિરત
રહ્યો છે. આજે કચ્છ અને મોરબીનો સર્વાંગી ઔદ્યોગિક વિકાસ ઉડીને આંખે વળગી રહ્યો છે.
જીલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રાસિંહ જાડેજા,
પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી વિ.
કાર્યક્રમોમાં જોડાયા હતા.