ભુજ, તા. 18 : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક
મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાત પાસ કરવાના આદેશ સામે શિક્ષકો
દ્વારા સરસ્વતી શિશુ મંદિર, ભુજ ખાતે સભા
યોજી, રેલી સાથે કલેક્ટરને
આવેદનપત્ર અપાયું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2011 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક
શિક્ષકો માટે ફરજિયાત ટેટ પાસ કરવાનો ચુકાદો જાહેર કરવામાં આવતાં સમગ્ર રાજ્યના 75 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકમાં
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય
શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે સમગ્ર રાજ્યની સાથે સરસ્વતી શિશુ મંદિર ખાતે સભા યોજી, રેલી સાથે
કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.આજના ધરણા કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી બહોળી
સંખ્યામાં સારસ્વત શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહીને કાર્યક્રમની સફળતાના સહભાગી બન્યા
હતા. આ કાર્યકમમાં કચ્છ જિલ્લા અધ્યક્ષ લખધીરાસિંહ જાડેજા, મહામંત્રી
મયૂર પટેલ, સંગઠન મંત્રી રમેશ મઢવી, પ્રાંત
ઉપાધ્યક્ષ મુરજી ગઢવી, રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, પ્રાંતમંત્રી અમરાભાઇ
રબારી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશ ગાગલ, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ શૈલેન્દ્રાસિંહ જાડેજા, ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશ જાની, સૌરાષ્ટ્ર સંભાગ મહિલા સંગઠન મંત્રી રાખીબેન રાઠોડ,
જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા, મહિલા
સહમંત્રી બીનાકાબેન ગોસ્વામી સહિતના મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો
હોવાનું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણકુમાર શાહની યાદીમાં જણાવાયું હતું.